________________
ધ્યાનદીપિકા
[ ૧૫ ]
ભાવના વડે દઢ નિશ્ચયવાળે મુનિ ધ્યાનમાં સ્થિર થાય છે. તે ભાવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એમ ચાર પ્રકારની છે. ૧.
પ્રકરણ ૨.
જ્ઞાન ભાવના वाचना पृच्छना साधुप्रेक्षणं परिवर्तनम्
सद्धर्म दर्शनं चेति ज्ञातव्या ज्ञानभावना ॥८॥ વાંચવું, પૂછવું સારી રીતે મનન કરવું, પરિવર્તન કરવું, (ગણી જવું, યાદ કરવું) અને ધર્મ કહે આ જ્ઞાનભાવના જાણવી. ૮.
ભાવાર્થ-જ્ઞાન વડે મનને વાસિત કરવું તે જ્ઞાનભાવના છે. આત્મઉપગ જાગ્રત રહે, અશુભવિકપે ઓછા થાય, શુભ પ્રવૃત્તિ કે જે આત્મસ્વરૂપને નિર્ણય કરવામાં કે સ્થિર થવામાં સહાયભૂત થાય છે તેને વધારે થાય તેવી જાતના મન ઉપર સંસ્કારો દઢ થાય તે માટે આત્મજ્ઞાન સંબંધી ગુરુ પાસેથી ઉપદેશ સાંભળ આત્મજ્ઞાનનાં સાધનભૂત સિદ્ધાંતો (પુસ્તક) ભણવાં, અન્યને ભણાવવાં, તેમાં જે જે જ્યાં જ્યાં શંકાએ પડે તેનું સમાધાન ગુરુ તરફથી મેળવવું અગર આપણાથી અધિક જ્ઞાનવાન હોય તેમને પૂછવું તેનું સારી રીતે મનન કરવું, તે અર્થને વારંવાર મનમાં કસાવે, વિવિધ પ્રકારના તર્કો કરી તેનું સમાધાન કરવું, તે તત્વ આદરવા લાયક આપણા સ્વભાવરૂપ થઈ જાય તેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org