________________
[ ૧૪ ]
ધ્યાનદીપિકા
અનિત્યાદિક આ ભાવનાઓ બાર કહેલી છે તેમ જ બીજી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય આદિ ચાર ભાવ નાઓ પણ કહેલી છે. ૭.
ભાવાર્થ :–ભાવના એટલે વિચારણા કઈ પણ એક વસ્તુના સ્વભાવના સંબંધમાં વિચાર કરી તેનો નિર્ણય કરે. મન ઉપર તેના નિશ્ચયપણાની સચોટ અસર કરવી જેમ કે કોઈ વસ્તુના ઉપર બીજી જુદા સ્વભાવની વસ્તુના પુટ દેવામાં આવે છે અને તેની એટલી બધી અસર થાય છે કે મૂળ વસ્તુના સ્વભાવ બદલાઈ જઈ જે વસ્તુને પુટ આપવામાં આવ્યું છે તેને સ્વભાવ તે વસ્તુમાં દાખલ થઈ જાય છે. આનું નામ ભાવના છે.
તેવી જ રીતે અનાદિકાળથી વિવિધ પ્રકારના પુદ્ગલેના અનુભવ કરતાં રાગદ્વેષ કરવાને સ્વભાવ મનને પડેલ છે. પુગલમાં સુખની ભ્રાંતિ થયેલી છે. તે રાગદ્વેષ કરવાને સ્વભાવ અને સુખની ભ્રાંતિ તેમાં સત્ય શું છે, તેને ખરે સ્વભાવ શું છે તેને વારંવાર મન દ્વારા વિચાર કરી મન ઉપર તેની સચોટ અસર કરવી.
મનના પૂર્વના સ્વભાવને ભૂલી જઈ આ નવીન વિચાર પ્રમાણે જ પોતાને સ્વભાવ રહણ કરે, એનું નામ ભાવના છે. આ ભાવનાઓ અનિત્યાદિ બાર છે, અને જ્ઞાનાદિક ચાર છે. જે આગળ બતાવવામાં આવે છે.
भावनाभिरसंमूढो मुनिर्व्याने स्थिरीभवेत् । क्षानदर्शनचारित्रवैराग्योपगताच ताः ॥ १ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org