________________
ધ્યાનદીપિકા
[ ૧૩ ]
પૂરે છે, તે સિવાયનાને માટે અનેક ઉપાયો કરતાં કાળાંતરે કોઈ ઉપાય ચક્કસ લાગુ પડી જાય છે.
વળી ભાવના વડે મનને સંસ્કારિત કરવાનું કારણ એમ પણ છે કે સંસારની અનિત્યતા, અશરણુતા, વિષમતા વિગેરેના સંસ્કારે મજબૂત રીતે મન પર પડ્યા હોય તે વિષયે તરફથી તે મન ઘણું જ સહેલાઈથી પાછું ફરે છે અને પાછું ફર્યા પછી પણ તે વિચાર વિનાનું તે રહી શકતું નથી. કારણ કે મનને ઘણું કાળનો વિચાર કરવાને દઢ અભ્યાસ પડે છે. એટલે તેને આત્મસ્વરૂપના ચિંતનમાં ગોઠવવાથી સંસારની વસ્તુઓથી વિરક્ત થયેલું મન ઘણી સહેલાઈથી આત્મચિંતનમાં પ્રવેશ કરશે અથવા કાંઈક સમભાવ આવવાથી અને આત્મચિંતન તરફ તેનું વલણ થયેલું હોવાથી મનની શુદ્ધિ સારી રીતે થઈ શકે છે અને તેવા મનમાં ભાવના ઘણું સહેલાઈથી દઢ સંસ્કાર સ્થાપિત કરે છે. આમ અન્ય આશ્રયથી પણ મનશુદ્ધિમાં વધારો થવા સંભવ છે.
આશય એ છે કે ગમે તે પ્રકારે પણ મનની શુદ્ધિ તે કરવી જ પડવાની અને તે શુદ્ધિ જ ધ્યાનમાં વધારે ઉગી થઈ પડવાની. ૬.
ભાવનાઓ બતાવે છે. भावना द्वादशैतास्ता अनित्यादिकताः स्मृताः । ज्ञानदर्शनचारित्रं वैराग्याद्यास्तथा पराः ॥७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org