________________
ધ્યાનદીપિકા
[ ૧૧
મનને કેળવવાની–ગ્ય માર્ગે લગાડવાની-પૂર્ણ જરૂર છે. ગુરુ મહારાજ કહે છે કે હે શિષ્ય ! આ મનને તું સર્વે પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખતાં શીખવ, સમભાવ તે રાગ દ્વેષ સિવાયની નિલેપ સ્થિતિ છે. આ સર્વ જીવા પોતાના સરખા જ છે. આત્મસત્તાએ વિચાર કરતાં કાઈ જીવ નાના માટે આછે વધારે નથી. જેવું તને સુખ વહાલુ' અને દુઃખ અનિષ્ટ છે તેવું જ સવ જીવાને પણ છે; માટે સર્વ જીવા ઉપર સમષ્ટિ રાખ કહ્યું છે કે
अनिच्छन् कर्म वैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माऽभेदेन यः पश्येदसौ मोक्षगमी शमी || (अष्टक)
કના વિષમપણાના વિચાર ન કરતાં જ્ઞાનના અંશની સાથે મેળવતાં યા વિચાર કરતાં આ જગતના સર્વ જીવા એકસરખા છે, એમ વિચાર કરી જે મનુષ્ય સર્વ આત્મા એને પેાતાની સાથે અભેદપણે જુએ છે, તે સમભાવની સ્થિતિવાળા મનુષ્ય માક્ષે જનાર છે.
આથી એમ જણાય છે કે કમ'ની વિષમતાથી (વિચિત્રતાથી) ભિન્ન ભિન્ન, નાનું માટુ, સારું...નારું આ જગત દેખાય છે પણ તે જીવાની અંદર સત્તારૂપે રહેલ આત્મસ્વરૂપની સાથે સરખામણી કરવામાં આવે તે રાગદ્વેષની પરિણતિવાળું વિષમપણું દેખાતું નથી, કારણ કે આત્મસ્વરૂપ સર્વ જીવાનુ' એકસરખું' જ છે એટલે દૈષ્ટિ મૂકી ઈ સર્વ જીવાને તું આત્મસ્વરૂપે જોયા કર તથા હે શિષ્ય ! ચિત્તને વિષે તારા શુદ્ધ આત્મસ્વરૂપને જ તું વિચાર કર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org