________________
[ ૧૦ ]
ધ્યાનદીપિકા
નિઃસંગ રહી દ્રવ્યથી નિઃસંગપણું ને એકાંતવાસ અને ભાવથી વિષયવિકારેના વિચારોથી નિર્વિચાર મને આ નિઃસંગાપણું તે મહાત્માએ આત્મધ્યાન માટે સ્વીકારે છે અને તે ધ્યાનને પણ વિશેષ પોષણ મળે તે માટે અથવા ધ્યાન માટે હદય તૈયાર થાય (લાયક થાય) તે માટે પ્રથમ ભાવનાઓને તેઓ આશ્રય લે છે. પ. ભાવનાથી હૃદયને વાસિત કરવાને ગુરુ ઉપદેશ આપે છે
भूतेषु भज समत्वं चिंतय चित्ते निजात्मरूपं च । मनसः शुद्धिं कृत्वा भावय चित्तं च भावनया ॥६॥
જેને વિષે સમપણું રાખ, ચિત્તને વિષે પિતાના આત્મસ્વરૂપનું ચિંતન કર અને મનની શુદ્ધિ કરીને ભાવનાવડે ચિત્તને વાસિત કર.
ભાવાર્થ :–મન આત્માની નજીકની વસ્તુ છે, મનને વશ કર્યા સિવાય આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. વશ કરવું એટલે કેળવવું, યોગ્ય માર્ગો ગમન કરાવવું અને અયોગ્ય માર્ગથી પાછું વાળવું, નહિ કેળવાયેલ મન સુખમાં દુઃખ દેખાડે છે અને દુઃખમાં સુખ દેખાડે છે. અગ્યને ગ્ય મનાવે છે, યોગ્યને અયોગ્ય મનાવે છે. ગમે તે પરિણામ ખરાબ આવનાર હોય તેમ સમજાયું હોય છતાં પણ તે ભાન ભૂલી, મને માન્યું કે આમ કરવાથી મને આનંદ આવશે તો તે તે પ્રમાણે કરે છે; મતલબ કે આ સર્વ જન્મમરણાદિ જંજાળ મનને લઈને જ ઊભી થાય છે અને મનની મહેરબાનીથી જ જન્મમરણને નાશ થાય છે. માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org