________________
ધાનદીપિકા
[ ૯ ]
વિચાર નહિ કરતા હોવાથી, (મનુષ્ય છતાં) જીવતાં પશુઓ સમાન છે.
આવા વિચારવાને મનુષ્ય જ્યારે આ દુનિયા તરફ દષ્ટિ દેડાવે છે ત્યારે તેમને માલૂમ પડે છે કે આ આખું વિશ્વ જન્મ, મરણ, અને વૃદ્ધાવસ્થાદિનાં દુઃખોથી પીડિત છે. રેગ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરે દુનિયાને હેરાન કરી રહ્યા છે.
જન્મમરણનાં અનિવાર્ય એવાં ચકે અખલિત ગતિમાં પ્રયાણ કરી રહેલાં છે. અરે! આમાંથી બચવા માટે ઉપાય લેવો જોઈએ?
આ વિચારશ્રેણિ તેમના આવરણનો પડદે ખસેડી આપે છે થોડોઘણો માગ કરી આપે છે ખરો નિશ્ચય કરી આપે છે કે મારે તે આ પ્રમાણે જ વર્તન કરવું જોઈએ. મારું જીવન નિરુપાલિકપણે વ્યતીત થવું જોઈએ. જેમ ઉપાધિ ઓછી તેમ વિક્ષેપ, વ્યગ્રતા, વિહ્વળતા ઓછી, કર્મબંધ ઓછા. સર્વથા ઉપાધિ દૂર કરવા માટે છેવટે અણુગાર માર્ગ, ત્યાગમાર્ગ એટલે ઈચ્છાઓ ત્યાગ કરવાનો માર્ગ તેમને શ્રેયસ્કર જણાય છે અને પરમ આત્મશાન્તિ માટે જે કાયર મનુષ્યોને દુખે ત્યાગ કરી શકાય તેવા ગૃહસ્થાશ્રમને ત્યાગ કરે છે અને છેવટે શ્રમણ (સાધુ)પણું અંગીકાર કરે છે તે ગ્રહણ કર્યા પછી પણ હલકી કોટીના મનુષ્યની સેબતમાં (સહવાસમાં) આત્મલક્ષ ન ભુલાય તે માટે નિઃસંગપણું અંગીકાર કરે છે. તેવા મનુષ્યોના પરિચયમાં (સહવાસમાં) ધ્યાન થઈ શકતું નથી તે માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org