________________
[ ૮ ] "
ધ્યાનદીપિકા
આ દુનિયામાં નાના પ્રકારના મતમતાંતર અને ઝઘડા થવાના હેતુઓ આ જ છે કે માણસ પોતાની માફક સર્વને ચલાવવા માગે છે, પિતાની યોગ્યતા પ્રમાણે સર્વની યોગ્યતા કપે છે પોતાના વિચાર પ્રમાણે અન્યને ન્યાય કપે છે અને સામામાં તેમ હેતું નથી. સરખી યોગ્યતા ન હોવાને લીધે તેમના માર્ગે જુદા પડવાના જ અને તેને લીધે વિચારની ભિન્નતા તો રહેવાની જ-તથાપિ લક્ષ્યબિંદુ-સાધ્ય તે સર્વનું એક જ હોવું જોઈએ. આ લક્ષ્ય ધ્યાનમાં રાખી દુનિયા તરફ દષ્ટિ કરવામાં આવે તો આવા મતમતાંતરે મૂળ સાધ્યમાં લય થઈ ગયેલા જોવામાં આવશે. ૪.
ભાવનાની જરૂરિયાત जन्मजरामरणभयैः पीडितमालोक्य विश्वमनगाराः। निःसंगत्वं कृत्वाध्यानार्थ भावनां जग्मुः ॥ ५ ॥
જન્મ, જરા અને મરણના ભય વડે વિશ્વને પિડાયેલું જોઈને અણગારે (જ્ઞાનીઓ) નિઃસંગપણું ધારણ કરી ધ્યાનને માટે ભાવનાને આશ્રય કરે છે. ૫. | ભાવાર્થ :–જેના હૃદયમાં વિચારદશા જાગ્રત થઈ છે, તેઓ ખરેખરા મનુષ્ય છે એટલે મનન કરનારા-વિચાર કરનારા છે, કેમકે મનુષ્યોને મન મળેલું છે. સદ અસદને તેનાથી વિચાર કરી શકાય છે. આ વિચાર કરનારાઓ જ મુખ્યત્વે કરીને મનુષ્ય ગણાય; બાકીનાઓ તો મનુષ્ય છોર્ટ અને સજા ઉગ ન કરતા હોવાથી અથવા અસમાગે મનને જોડતા હેવાથી અને પોતાના હિતાહિતનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org