________________
ધ્યાનદીપિકા
[ ૭ )
આ મોહરૂપી પડળને લઈ આત્મજ્ઞાન-આત્મપ્રકાશ-દબાઈ ગયો છે–ઢંકાઈ ગયો છે–તેથી વસ્તુને વસ્તુસ્વરૂપે જોઈ શકાતી નથી.
આત્મસ્વરૂપ પ્રગટ થતાં આ મલિનતા કે મોહાંધતા રહેવા પામતી નથી. માટે આ આત્મા જે હેતુ વડે કરી શુદ્ધ થાય તે જ તેનું હિત છે અથવા તેમાં જ આ જીવનું હિત સમાયેલું છે તેનું નામ જ તપ છે અને તેનું નામ જ વિજ્ઞાન છે. મતલબ કે આ જીવ ગમે તે હેતુ વડે શુદ્ધ થાય તેને માટે તમે પ્રબલ પ્રયત્ન કરે.
અમુક હેતુથી શુદ્ધ થાય અને બીજા હેતુથી શુદ્ધ ન થાય આ કદાગ્રહ ન કરો આવા નકામા વાદવિવાદમાં ન ઊતરે. અમૂલ્ય માનવજીવનને ક્ષણ પણ નકામું ન કાઢે. જિનેશ્વર ભગવાને આત્માને વિશુદ્ધ થવાને અસંખ્ય માર્ગો પોતાના જ્ઞાનમાં દેખ્યા છે તેમાંથી તમારા દર્દીને જે દવા (ઉપાય) લાગુ પડે તે લાગુ પાડો. દરેક જીવની યોગ્યતા જુદી જુદી હોય છે. બંધને પણ જુદા જુદા હેતુઓને લીધે જુદા જુદા પ્રકારનાં હોય છે એટલે અમુક માણસ જે ઉપાય નિબંધન થવા માટે કહે છે કે પિતાને લાગુ પડે છે તે જ ઉપાય સર્વને લાગુ પાડવા જાય છે તેમ બની શકતું નથી. માટે તેવા આગ્રહ ન કરતાં પોતાને ગમે તેવા પણ લાગુ પડે તેવા ઉપાય શોધી કાઢી તુરત લાગુ પાડી મલિનતા ઓછી કરે બલકે તેને નાશ કરે એ જ તત્ત્વજ્ઞાન છે અને એ જ તપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org