________________
ધ્યાનદીપિકા
[ ૩૬૭ ]
હુને જોડી આપનારી છે. ધ્યાન પૂણ થયા પછી એટલે જે કલાક કે બેચાર કલાકના નિત્યના ધ્યાનના નિયમ ચાલુ રાખ્યા હોય તે પૂર્ણ થયા પછી નિર'તર થાડા વખત સુધી આ ભાવનાની વિચારણા કરવાથી અનુક્રમે મહાન ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
તે જ બતાવે છે
अनुप्रेक्षात्र धर्मस्य स्याद्यतो हि निबन्धनम् । चित्तं ततः स्थिरीकृत्य तासां रूपं निरूपयेत् || १८१ ॥
આ સ્થાને અનુપ્રેક્ષા (ધ્યાન કરી રહ્યા પછી કરાતી ઉત્તમ વિચારણા ) ધર્મધ્યાનનું મજબૂત કારણુ થાય છે. માટે ચિત્તને સ્થિર કરીને તે ભાવનાના સ્વરૂપનું પાતે પેાતાનુ' નિરૂપણ કરવું. (આ ભાવના સંબંધી વિશેષ હકીકત ગ્રંથની શરૂઆતમાં આવી ગઈ છે.)
શિષ્યને શિખામણુ
प्राणघात्युपसर्गेऽपि धन्यैर्ध्यानं न चालितम् । निर्बाधेष्वपि योगेषु सत्सु धत्से न किं स्थिरम् ॥ १८२ ॥ પ્રાણના નાશ થાય એવા ઉપસર્ગના પ્રસ’ગમાં પણ ધન્ય પુરુષાએ પાતાનું ધ્યાન ચલાયમાન કર્યું નથી, તા આ વખતે તને તેા કાઇ પણ પ્રકારની ખાધા ન થાય-પીડા ન થાય તેવા પ્રસંગ પ્રાપ્ત થયા છે; છતાં તું મનને કેમ સ્થિર ધારણ કરી શકતા નથી
ભાવા—ગુરુના શિષ્ય પ્રત્યે અથવા સુમતિના મન પ્રત્યે આ ઉપદેશ છે કે ધાર ઉપસના પ્રસંગમાં અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org