________________
[ ૩૬૬ ]
ધ્યાનદીપિકા
મન–પવિત્ર થયેલું મન જગત તત્વના સાક્ષાત્કાર કરી ખતાવશે, કેમ કે નિર્મળ થયેલા મનમાં આ સામર્થ્ય છે. મન મલિનતા પામી આ જીવને ચાર ગતિમાં રાખે છે, અજ્ઞાનમાં ડુખાવે છે, આત્મજ્ઞાન ભૂલાવે છે, અકતવ્યને કતવ્ય મનાવી ગૂચવાડા ઊભા કરે છે, તે જ પવિત્ર નિર્માંળ થયેલું મન આ જીવને ચાર ગતિના દરવાજા બંધ કરાવે છે,
આત્મભાન કરાવે છે, અજ્ઞાન દૂર કરાવે છે. કર્તવ્યને કન્ય તરીકે સમજાવે છે. છેવટે આ નિળ મન આત્માની શુદ્ધતા પ્રગટ કરે છે શાશ્વત પદ-આત્મસ્વરૂપમાં સદાના સમાગમ કરાવી આપે છે, સ્થિર સ્વરૂપસ્થ ખનાવે છે. આથી એ નિ ય થયા કે નિળ મનથી આત્મપ્રવેશ સુગમ અને છે. ધ્યાનથી નિર્મળતા આવે છે, આત્મમાં સદા શાંતિ છે, અનુપ્રેક્ષા
ध्यानोपरतोऽपि मुनिर्विविधानित्यादिभाव चिन्तनतः । योऽनुप्रेक्षां धत्ते इति शाश्वत् सोऽतुलो ध्यानी ॥ १८०॥
ધ્યાન કરી રહ્યા પછીથી જે મુનિ વિવિધ પ્રકારની અનિત્ય આદિ ભાવનાનું ચિંતવન કરવા રૂપ અનુપ્રેક્ષાને ( વિચારણાને ) નિરંતર ધારણ કરે છે, તે મહાધ્યાની થઈ શકે છે.
ભાવા—ધ્યાન પૂર્ણ થઈ રહ્યા પછી મુનિએ અનિત્ય અશરણાદિ ભાવનાઓની વિચારણા કરવાના અભ્યાસ ચાલુ રાખવા. ભાવના એ રસાયણ જેવી ગુણકર્તા છે, ધ્યાનના અંગને પાષણકર્તા છે, તૂટેલી ધ્યાનની સતતિ-ધ્યાનના પ્રવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org