________________
[ ૩૬૦ ]
ધ્યાન દીપિકા નિર્વિચાર કે નિરાકાર સ્થિતિનો પ્રવાહ વહેવરાવે તે રૂપાતીત ધ્યાન છે.
અથવા સિદ્ધ પરમાત્માના ગુણગ્રામમાં, તેમના આત્મસ્વરૂપના વિચારમાં, આઠ કર્મ જવાથી ઉત્પન્ન થયેલા આઠ. ગુણમાં-વિચારમાં મનને આનંદિત કરવું–લન કરવું. તે રૂપાતીત ધ્યાન છે. પહેલા કરતાં આ ધ્યાનને પ્રકાર સહેલે છે, તેમ જ ગુણપ્રાપ્તિમાં હલકે પણ છે.
અથવા પોતાની અંદર તે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરવા માટે પિતાના આત્મા વડે પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપમાં જોડી દે. સિદ્ધનું જે સ્વરૂપ છે જે સ્થિતિ છે. તે જોઈને પિતાની સ્થિતિ તેવી કરી દેવી. પોતે પિતા વડે પિતામાં તેવું સ્વરૂપ અનુભવવું તેવી રીતે સ્થિર થવું, આ રૂપાતીત ધ્યાન છે. શબ્દોમાં ફેર છે, બાકી પહેલી અને ત્રીજી વાત એક છે. આ પ્રમાણે સિદ્ધ પરમાત્મા-અરૂપીનું ધ્યાન કરી શકાય છે.
इत्यजस्रं स्मरन् योगी तत्स्वरूपावलंबितः । तन्मयत्वमवामोति ग्राह्यग्राहकवजितः ॥ १७४ ।।
તે સ્વરૂપનું અવલંબન લઈને એ પ્રમાણે નિરંતર મરણ કરનાર-ધ્યાન કરનાર યોગી ગ્રાહ્યગ્રાહક વિનાનું તન્મય પણ પામે છે.
ભાવાર્થ– નિરંજન પરમાત્મા સિદ્ધ સ્વરૂપનું અવલંબન લઈ નિરંતર લાંબા વખત સુધી સ્મરણ કરતાં-તે સિદ્ધના સ્વરૂપમાં આત્માને મગ્ન કરતાં અથવા આત્મામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org