________________
ધ્યાનદીપિકા
[ ૩૬૧ ]
સિદ્ધ સ્વરૂપને અનુભવતાં તદાકાર સ્થિતિ થઈ જાય છે આ સ્થિતિમાં ગ્રાહા-ગ્રહણ કરવા લાયક અને ગ્રહણ કરનાર આ ભેદ રહેતું નથી પણ તે સ્મરણ કે દયાનના વખતમાં એકરસ-તદાકાર-તન્મયપણું યેગીને પ્રાપ્ત થાય છે.
તન્મય થવાનું કારણ બતાવે છે. अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा । ध्यातृध्यानोभयाभावे ध्येयेनैक्यं तथा व्रजेत् ॥१७५।।
પૂર્ણ શુદ્ધ સ્વરૂપ આત્મા સિવાય બીજું કઈ શરણ આલંબન જેને રહેલ નથી તેવો (નિરાલંબન થયેલો) ગી તે સિદ્ધ સ્વરૂપમાં તેવી રીતે લીન થાય છે કે માતા અને ધ્યાન બનેના અભાવે મેયની સાથે એકભાવને પામે છે.
ભાવાર્થ-જ્યારે તે સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં યોગી મગ્ન થાય છે–એકરૂપ થાય છે–ગ્રહણ કરનાર અને ગ્રહણ કરવા લાયક આવા ભેદો પણ લય પામી જાય છે ધ્યાન કરનાર ને ધ્યાની એ બન્નેને અભાવ થઈ જાય છે ત્યારે તે તદ્દન નિરાલંબન થઈ જાય છે. લીધેલું આલંબન અને
હું ધ્યાન કરનાર” આવી વૃત્તિઓને પણ વિલય થઈ જાય છે-આત્મામાં લય થઈ જાય છે, ત્યારે તે ધ્યાન કરનાર આત્મા-ગી પોતાનું ધ્યેય જે સિદ્ધ પરમાત્મા તેની સાથે એકભાવ પામી જાય છે તેનાથી કંઈ પણ રીતે જુદો પડી શક્તો નથી અથવા ધ્યાતા પિતે ધ્યેય સ્વરૂપ બની જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org