________________
[ ૩૫૮ ]
ચાનદીપિકા
જેના અહીં ધ્યાન કરવા માત્ર વડે કરીને જન્મમરણને ક્ષય થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે તેનું આત્માએ નિરંતર ધ્યાન કરવું. | ભાવાર્થ–તે સિદ્ધ પરમાત્માનું-આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તેનું ધ્યાન કરવા વડે તે શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. તે શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થતાં આ વિભાવદશાથી ઉત્પન્ન તથા જન્મમરણાદિનો નાશ થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્તામાં રહેલ આત્મજ્ઞાન પ્રગટ થાય છે. માટે આત્માએ પિતાના શુદ્ધ સ્પરૂપને પ્રાપ્ત કરવા માટે તે શુદ્ધ આત્માનું કે સિદ્ધાત્માનું નિરંતર ધ્યાન કરવું.
હવે તે ધ્યાન કેમ કરવું? तत्स्वरूपाहितं स्वान्तं तद्गुणग्रामरंजितम् । योजयत्यात्मनात्मानं स्वस्मिन् तद्रूपसिद्धये ॥१७३।। પિતાની અંદર તે સ્વરૂપ સિદ્ધ કરવા માટે તે સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં પિતાના અંતકરણને સ્થાપન કરવું, તેના ગુણગ્રામમાં રંજિત કરવું. અને આત્મા વડે આત્માને તેના સ્વરૂપમાં જોડ. (રૂપાતીતનું ધ્યાન આવી રીતે થાય.)
ભાવાર્થ- અરૂપી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કેવી રીતે થઈ શકે? આનો ઉત્તર વિધિ આ શાસ્ત્રકાર આ પ્રમાણે બતાવે છે, કે સિદ્ધનું સ્વરૂપ પૂર્વે બતાવી ગયા છે તે સ્વરૂપમાં પોતાના અંતઃકરણને ચારે બાજુથી સ્થાપી દેવું વ્યાપ્ત કરી દેવું. જેવું સામું આલંબન હોય તેવા આકારે ઉપયોગ પરિણમી રહે છે. સામો ઘડો પડ્યો હોય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org