________________
ધ્યાનદીપિકા
[ ૩૫૭ ]
લોકના અગ્રભાગ ઉપર રહેલા અમૂર્ત, કલેશરહિત, ચિદાનંદમય, સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પર માત્માનું સ્મરણ કરવું તે રૂપાતીત ધ્યાન છે.
ભાવાર્થ–લક શબ્દ વડે ચૌદ રાજલક. તેના ઉપરના ભાગ ઉપર રહેલા, તેના વ્યવહારને ઓળંગી ગયેલા પરમાત્માનું ધ્યાન કરવું. અથવા લેક શબ્દ વડે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને કર્માધીન છો આ સર્વની પર આવેલા સ્થાન ઉપર અથવા સ્થાનમાં રહેલા પરમાત્મા–તેનું ધ્યાન કરવું. આ સ્થાન સર્વથી પર આવેલું છે તેનું કારણ એ છે કે આ સર્વને તે પરમાત્મા જાણી શકે છે, પણ સર્વ તે પરમાત્માને જાણી શક્તા નથી. બીજા અર્થમાં કહીએ તે આ ચૌદ રાજલોકના ઉપરના ભાગમાં સિદ્ધના રહે છે. તેઓ અમૂર્ત છે. તેમાં આ પ્રત્યક્ષ પુદગલોમાં દેખાતું કેઈ પણ જાતનું રૂપ નથી. તેમને જન્મમરણાદિ કઈ પણ પ્રકારનો કલેશ નથી. તેઓ જ્ઞાન અને આનંદમય છે અથવા જ્ઞાન એ જ આનંદ તેમને છે. તેઓ શુદ્ધસ્વરૂપ થયેલા હોવાથી સિદ્ધ છે. હવે કાંઈ પણ કર્તવ્ય તેમને બાકી રહેતું નથી અને અનંત આનંદમાં લીન થયેલા છે. તેમના એ સ્વરૂપાનંદને પાર નથી. એવા પરમાત્માનું ઉત્કૃષ્ટ આત્માનું ચિતન કરવું, હૃદયમાં સ્મરણ કરવું, ધ્યાન કરવું, તે રૂપાતીત ધ્યાન છે. તેનું ધ્યાન શા માટે કરવું?
यस्यात्र ध्यानमात्रेण क्षीयन्ते जन्ममृत्यवः । उत्पद्यते च विज्ञानं स ध्येयो नित्यमात्मना ॥१७२।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org