________________
ધ્યાનદીપિકા
[ ૩૫૧ ]
તે પરિણમવાનું બંધ થાય છે. સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઊંચામાં ઊંચી ભાવના પ્રમાણે મનને પરિણમાવવાની નિરંતર ટેવ પાડવી. અને તે ટેવ પાડવી એ સહેલું કામ છે, ફક્ત પિતાની જાગૃતિ અને ઉત્તમ નિમિત્તોની મદદની તેમાં જરૂર છે. તે નિમિત્તો પુણ્યને પિતાને મળી જાય તે મિક્ષ પિતાની પાસે જ છે. તે સિવાય પરિભ્રમણ ચાલુ જ રહેવાનું.
આ જ બાબતને બીજી રીતે (નિશ્ચયનયની અપેક્ષાએ) વિચારીએ તો આત્મા તદ્દન શુદ્ધ નિલેપ છે. તે કઈ દિવસ મલિન થયેલું નથી. તે તે જેમ જે છે તેમ તે જ કાયમ છે. પરિણમનધર્મ ભાવ મનમાં થયા કરે છે, એટલે તે ભાવનાના પુટ મનને આપવા પડે છે અને મનને શુદ્ધ કરવામાં આવે અથવા મનને એમ મનાવવામાં આવે કે હું શુદ્ધ થયો છું એટલે તે શુદ્ધ થાય છે. ભાવ મનને શુદ્ધ કરવા માટે જ પ્રયાસ કરવાનું છે, કેમ કે આત્મા તે પરિણામ પામતો નથી, તે તે શુદ્ધ સ્વરૂપ છે, તે પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે તેને પ્રકાશ મન ઉપર પડે છે. મન મલિન હોવાથી તેમાં સ્પષ્ટ-પૂર્ણ પ્રકાશ પડતો નથી. તે મન આ ભાવના તથા ધ્યાનાદિ ક્રિયાથી જેમ જેમ સ્વચ્છ નિર્મળ થતું જાય છે તેમ તેમ આત્માને પૂર્ણ પ્રકાશ તેમાં પડે છે અને તેથી તે પિતાને પૂર્ણ શુદ્ધ માને છે. આ અપેક્ષાએ મનને શુદ્ધ કરવાની જરૂર છે. આત્માને મલિન અને પરિણમનધર્મવાળે માનનાર વ્યવહારને, આત્માને શુદ્ધ કરવા યમ, નિયમ, ભાવના, ધ્યાનાદિ કરવાનાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org