________________
[ ૩૫૦ ]
ધ્યાનદીપિકા એ તે સ્ફટિક મણિ જેવી સ્થિતિ છે. સ્ફટિક મણિની પાછળ ગમે તે જાતના રંગનો પટ લગાડે કે પાછળ તેવા રંગને કાગળ કે કાંઈ તેવું જ મૂકે તે તે સ્ફટિક તેવા જ રંગને દેખાશે, તેવું જ રૂપ ધારણ કરશે. આ વખતે સ્ફટિક રને પિતાના ઘેળાપણાનું કે સ્વરછ પણાનું રૂપ બદલાયું નથી પણ જ્યાં સુધી તે ભાવનાને પટ તેની આગળ રહેશે ત્યાં સુધી તે તે તેવું જ દેખાવાનું. તેમ આ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે તે તે તેવું ને તેવું જ રહેવાનું. તેમાં જરા પણ ફેરફાર થવાનું નથી, પણ જે ભાવનાને પાસ લગાડવામાં આવશે તે તે રૂપ તે દેખાવ આપશે.
અહીં એક શંકા ઉત્પન્ન થાય છે અને તે એ છે કે આત્મા, ભાવના પ્રમાણે પરિણમ્યા જ કરે છે, તે સર્વાપણાની ભાવના ભુલાઈ અને કોઈ બીજી વિકારી ભાવના ઉત્પન્ન થઈ તે પછી સર્વજ્ઞપણું તે ચાલ્યું જ જાય ને?
આનું સમાધાન આ પ્રમાણે છે કે જ્યાં સુધી આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી તે ભાવનાઓના બદલવા સાથે આત્મા તે તે આકારે યા ભાવના પ્રમાણે પરિણમવાને જ; કારણ પરિણમન ધમ તેમાં રહેલું છે. પણ જ્યારે સર્વથા વિશુદ્ધ સ્વભાવ પ્રગટ થાય થાય છે પછી તે સર્વજ્ઞપણાની ભાવનાથી કે પરમાત્મભાવનાથી અથવા ગમે તે જાતની ક્રિયાથી પણ જ્યારે સર્વથા શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે ત્યારે આ પરિણમનધર્મ–જુદા જુદા આકાર પરિણમવાની યોગ્યતા તેની સાથે જ નાશ પામે છે. અને તે કારણથી ત્યાર પછીથી જુદી જુદી ભાવના કે આકારપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org