________________
ધ્યાનદીપિકા
[ ૩૪પ ]
ધર્મોપદેશ આપતા તીર્થકર દેવનું ધ્યાન કરવું. આ ધ્યાનને રૂપસ્થ ધ્યાન કહે છે.
આ પ્રમાણે સાક્ષાત્ તીર્થંકરના અભાવે તેમના સ્વરૂપની કલ્પના જે કરી ન શકે અને તેને લઈને તે ધ્યાન ન કરી શકે તેને માટે તીર્થકર દેવની પ્રતિમાજીનું ધ્યાન કરવા માટે કહે છે.
जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषशा ध्यायन् रूपस्थ ध्यानवान्भवेत् ॥१६४॥ જિનેશ્વર ભગવાનની પ્રતિમાના રૂપનું પણ, નિર્મળ મનની ખુલ્લી દષ્ટિ વડે ધ્યાન કરતાં રૂપસ્થ ધ્યાનવાન થાય છે.
ભાવાર્થ— જિનેશ્વર ભગવાનની પ્રતિમાની સન્મુખ આંખે મીંચાવા દીધા સિવાયની ખુલ્લી દષ્ટિ વડે જોયા કરવું. તે એટલે સુધી કે પિતાનું ભાન ભુલાઈ જાય અને એકાકાર તન્મય થઈ જાય ત્યાં સુધી જોયા કરવું. તે સાથે આંતરદષ્ટિ પ્રતિમાજી ઉપર નહિ પણ આ પ્રતિમાજી જે તીર્થંકર દેવની છે તેના આત્મા સાથે તન્મય પામતા જવું કારણ કે આપણે પ્રતિમાજી જેવા થવું નથી પણ જે દેવની પ્રતિમાજી છે તે તીર્થંકર દેવના આત્માના જેવા પવિત્ર પૂર્ણ સ્વરૂપ થવાનું છે એટલે જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તેમના આત્મા સાથે આંતરદષ્ટિથી એકતા પામતા જવું પોતાનું (મનુષ્યપણાદિનું) તુચ્છ સ્વરૂપ ભૂલી જઈ પરમાત્માના પૂર્ણ સ્વરૂપમાં એકાકારતા પામવી, પરમાત્મસ્વરૂપ સાથે એકરસ થવું, અર્થાત્ પિતામાં રહેલા પરમાત્મસ્વરૂપમાં વિશ્રાંતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org