________________
[ ૩૩૨ ]
ધ્યાનદીપિકા
- ભાવાઈ–વારુણી ધારણા સિદ્ધ થયા બાદ શુદ્ધ બુદ્ધિ વાળા ધ્યાતા યોગીએ, સાત ધાતુ વિનાના સ્વરૂપવાળે એટલે લેહી, માંસ, હાડ, ચામ આદિ શરીરની અંદર રહેલી ધાતુ સિવાયના સ્વરૂપવાળા અને પૂર્ણ ચંદ્ર સમાન નિર્મળ કાંતિને ધારણ કરનારા પોતાના આત્માને સર્વજ્ઞના સરખો ચિંતવે. એટલે જે સર્વજ્ઞ તે જ હું છું, મારામાં અને સર્વજ્ઞમાં જરા પણ તફાવત નથી. આ વિચાર મનની કલ્પના માત્ર જ નહિ કે બેલવા માત્ર જ નહિ, પણ જાણે સાક્ષાત સર્વજ્ઞપણાને અનુભવ કરતા હોઈએ તેમ, બીજું બધું ભાન ભૂલી જઈ, હું સર્વજ્ઞ જ છું, આ જ ભાન જાગ્રત રહે તેવી રીતે પોતાના આત્માને સર્વજ્ઞ સ્વરૂપ ચિંતવે.
જેવી રીતે આ દેહનું અમુક નામ રાખવામાં આવ્યું છે, તે નામવાળો કે નામધારી હું જ છું, એમ તમે માને છે અને સુઈ ગયા છે તે વખતે તમારું નામ લઈ કોઈ બોલાવે તે ઊંઘમાંથી ઊઠતાં વેંત જ તે નામધારી તમે જ હે શું કહો છે ? તે જવાબ આપે છે અને બીજા જાગતા કે ઊંઘતા તે નામથી જવાબ આપતા નથી. આ જે અભ્યાસ થઈ ગયું છે, તમારું મન તે નામ પ્રમાણે પિતાને જ માને છે, આવી રીતે જે તમારું મન એમ માને કે, હું જ સર્વજ્ઞ છું તેમાં આરોપ-બાપ કાંઈ જ નહિ, જેમ તમારું નામ લઈ કોઈએ બોલાવતાં જ જરા પણ ખંચકાયા સિવાય તમે જવાબ આપે છે તેવી જ રીતે તમારું મન તમને પિતાને સર્વજ્ઞ માને તે પછી ત્યાં સર્વપણું પૂર્ણ રીતે પ્રગટ થાય છે. અને વાત પણ ખરી છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org