________________
ધ્યાનદીપિકા
[ ૩૨૯ ]
પછી ત્રીજી વાયવી ધારણાને અભ્યાસ કરે. મન બાળક જેવું છે. જેમ કેળવીએ, જે ટેવ પડાવીએ તે પ્રમાણે કેળવાય છે-ટેવ પાડે છે. આપણા કહ્યા મુજબ મન કરે તે એક રીતે મન આપણને સ્વાધીન થાય છે એમ કહેવામાં જરા પણ અડચણ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ, જાગૃતિ વિના, ઓઘ સંજ્ઞાએ મન જે દેડધામ કરી મૂકે છે, એક વિચારમાં ક્યા છતાં વચમાં બીજા વિચાર કરી મૂકીને જે મૂંઝવણે ઊભી કરી મૂકે છે, તેના કરતાં આપણે બતાવીએ તે વિચારો કરે-તે આકારે પકડે તે ઘણું જ ઉત્તમ છે. જુઓ કે હજી તે મનની ખરી નિર્મળતા તે રૂપાતીત ધ્યાનમાં જ થાય છે, તથાપિ આપણા મનની ધારણા નીચલી અપેક્ષા એ ઘણું ઉત્તમ છે. હવે મનથી એવી કલ્પના કરે કે, વાયુ ઘણે પ્રચંડ વાવે શરૂ થાય છે. તત્કાળ તેવી કલ્પના સિદ્ધ ન થાય તે પહેલાં કઈ વખત વધારે વાયરે ચાલુ થયેલા તમારા જેવામાં આવ્યો હોય તેવી કલ્પના કરે કે તેની સ્મૃતિ અહીં કરે અને ધીમે ધીમે તેમાં વધારો કરતા રહે. તે એટલે સુધી કે આખાં ત્રણ ભુવન પવનથી વ્યાપ્ત થઈ ગયાં છે અને તે એવા ઝપાટાથી વાયરો વાય છે કે મોટા મોટા પહાડો પણ ચલિત થઈ ગયા છે તથા સમુદ્રો ક્ષોભ પામીને મર્યાદા મૂકવા માંડયા છે, પાણીનાં મોટાં મોજાંઓ સમુદ્રમાં ઊછળી રહ્યા છે. આ વિચારોથી તે દેખાવ દેખાયા પછી પૂર્વે અનેયી ધારણમાં જે શરીર તથા કર્મ આદિને રાખનો ઢગલે થયેલો પડ્યો હતો તે આ વાયુના ઝપાટાથી આકાશમાં ઊડી ગયેલ છે તેમ ચિંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org