________________
યાદીપિકા
[ ૩૨૭ ]
આ વખતે હૃદયમાં એક આઠ પાંખડીનું કમળ ચિંતવવું આ કમળ સોળ પાંખડીવાળા નાભિના કમળની ઉપર ઊંધું અર્થાત નીચું મુખ રાખી તે સેળ પાંખડીવાળા કમળ ઉપર લટકતું હોય તેમ પણ કેટલાએક આંતરે છે.) રહેલું ચિતવવું. આ આઠ પાંખડીવાળા કમળના દરેક પાંદડાં ઉપર એક એક કમ (૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મેહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાયએ પ્રમાણે) ગોઠવી દેવાં. ત્યાર પછી નાભિકમળની કણિકામાં રહેલા મૂળમંત્ર મઈના રેફમાંથી જે જવાળાઓ નીકળતી હતી, તે જવાળાઓ વધારે વૃદ્ધિ પામીને આઠ પાંખડીવાળા ઊંધા મુખવાળા કમળ ઉપર પડી અને તે કમળમાં રહેલાં આઠે કર્મને તે બાળી નાંખે છે. આ મહામંત્રમાંથી નીકળતી અગ્નિજ્વાળા અવશ્ય તે કમળ સાથે કર્મોને બાળી જ નાંખે છે એમ મજબૂતાઈથી ચિતવવું અને તદાકાર થઈ જવું.
ત્યાર પછી શરીરની બહાર એક ત્રણ ખૂણવાળો અગ્નિને કુંડ છે, જેની અંદર ભડભડાટ કરતા અવિન બળી રહેલો છે, ધુમાડા વિનાની અગ્નિની જ્વાળાઓ-ભડકાઓ થઈ રહેલા છે એમ ચિંતવવું. તે ત્રિકોણ અગ્નિકુંડના ઉપરના એક ભાગમાં એક તેજસ્વી સાથિયો છે, તથા બીજી તરફ અગ્નિબીજ () કાર છે એમ ચિંતવવું. એવી દઢતાથી ચિંતન કરવું કે તે અગ્નિકુંડ, તેમાંથી નીકળતી જવાળાઓ, ભડકાઓ, સાથિયે (૬)કાર વગેરે દેખાઈ આવે.
ત્યાર પછી આ દેહ કે જેનાથી આત્મા અત્યંત જુ છે, તે આત્મા આ દેહનો પણ જેનાર છે, દ્રષ્ટા છે, તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org