________________
[ ૩૧૮ ]
ધ્યાનદીપિકા
પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ ને રૂપાતીત એમ બીજી રીતે પણ તે મુનિઓ, ચાર પ્રકારે ધ્યાવે છે, વિચારે છે.
ભાવાર્થ –ધ્યાતા એટલે ધ્યાન કરનાર, ધ્યેય એટલે ધ્યાન કરવા લાયક આલંબન. ધ્યાન એટલે ધ્યાતા અને ધ્યેયને સાથે જોડનાર ધ્યાતા તરફથી થતી સજાતીય પ્રવાહવાળી અખંડ ક્રિયા, એટલે જે આલંબનરૂપ ધ્યેય છે તેમાં અગર તે તરફ અંતરદષ્ટિ કરી, તે લક્ષ સિવાય મન બીજું કાંઈ પણ ચિંતવન ન કરતાં એકરસ સતત તે વિચારની એક જાતની એક વૃત્તિનો અખંડ પ્રવાહ ચલાવ્યા કરે છે.
પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત, આ ચાર પ્રકારનાં દયેય, એટલે ધ્યાન કરવા લાયક આલંબનો છે. પિંડમાં રહે તે પિંડથુ. પિંડ એટલે શરીર અને તેમાં રહેનાર આત્મા તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. શરીરનાં અમુક અમુક ભાગમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે સ્વેચ્છાથી જાગૃતિપૂર્વક પરિણમાવવું અથવા આત્મઉપયોગને તે તે પ્રકારે પરિણાવ તે પિંડસ્થ દયાન છે. આંતરમન અને આત્મઉપયોગ એ કેઈ પણ રીતે જુદાં સંભવતાં નથી દ્રવ્ય મન જેવા જેવા આકાર ધારણ કરે છે આત્મઉપયોગ તેવા તેવા આકારે પરિણમે છે. ખરી રીતે આત્મસ્વરૂપે (કોઈ પણ પ્રકારના વિકારી આકાર વિના) આત્મઉપયોગને સ્થિર કરે, તે આત્મસ્વરૂપ છે. આવી સ્થિતિ અનાદિકાલના અભ્યાસને લીધે એકદમ ન થાય તે માટે આ બધી જુદી જુદી કલ્પનાઓ છે, તે તે કલ્પના પ્રમાણે સ્વેચ્છાનુસાર પરિણમાવાની ટેવ પાડ્યા પછી મૂળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org