________________
ધ્યાનદીપિકા
[ ૩૧૩ ]
ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરે છે, પણ તે સાધકને ખખર નથી હોતી કે આ આશા એ જ મલિનતા છે. આશાના વિચાશથી અનેક પ્રકારના વિક્ષેપેા મનમાં ઘેાળાયા કરે છે. જ્યાં સુધી આટલી કે આવી પણ આશા મનમાં છે ત્યાં સુધી અન સ્થિર થતું નથી. અને તે સ્થિરતાના અભાવે આગળ વધી શકાતુ' નથી. તેમ થતાં, નથી થતુ. આત્મધ્યાન, કે નથી મળતી સિદ્ધિએ. એટલે ઉભયભ્રષ્ટ થવાય છે. સિદ્ધિ, એની આશા રાખવી તે તે નકામી છે. તેમના સ્વભાવ જ એવા છે કે ઈચ્છા કરશેા એટલે તે દૂર ભાગશે. લાયકાત આવ્યા સિવાય ઉત્તમ શક્તિ આવતી નથી, માટે ઇચ્છારહિત થઈ જવાની જરૂર છે. કાઈ પણ પ્રકારની ઊંડા અંતરમાં પણ આશા કે ઈચ્છા છુપાયેલી નહાય તે જ લાયકાત મેળવવાના માર્ગ છે. માનપાનની, મત-પથ ચલાવવાની પણ ઈચ્છાએ છે।ડથાથી જ આત્માના માર્ગોમાં પ્રવેશ થાય છે. જ્યાં સુધી ઈચ્છા, આશારૂપી દુર્ગં ધ હૃદયમાં ઉછળ્યા કરે છે ત્યાં સુધી આત્મારૂપ મહારાજાના મહેલમાં તેા શું પણ તેના આંગણામાં પણ પ્રવેશ કરવાના અધિકાર નથી. સર્વ ઈચ્છાઓના ત્યાગ એ જ આત્મમહેલમાં પ્રવેશ કરવાનું મૂળ દ્વાર છે. આ સિવાય બીજું કાઈ સાધન આત્મગુણુ પ્રગટ કરવાનું નથી એ ચેાક્કસ ધ્યાનમાં રાખશે.
૨૧. કષાયરહિત થવુ—આત્મધ્યાન કરનાર મનુષ્ય ક્રોધ, માન, માયા, લેાભરૂપી કષાયાને જરા પણ સ્થાન કે આદર ન આપવા, પણ આત્મગુણમાં મદદ કરનાર ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતાષરૂપ મિત્રાને મેલાવીને સદા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org