________________
ધ્યાનદીપિકા
[ ૩૧૧ ]
-
---
-
-
-
-
ઉત્તમ આત્મશાંતિ મળી શકતી નથી, તેનો પ્રબળ વેગ ભોગવી લીધા પછી જ આ માર્ગમાં પ્રવેશ થઈ શકે છે. અને સહેજસાજ અનિકાચિત ઉદય હોય તે તે સત્સંગથી તથા આત્મધ્યાનથી નાશ પામે છે.
૧૮. નિ:સંગ–ધ્યાન કરનાર મનુષ્યના વિશેષ સંસચાંસંબંધમાં ન આવવું જોઈએ. જ્ઞાની પુરુષના સમાગમમાં તે અવશ્ય રહેવું જોઈએ. પણ અહીં જે નિષેધ કરવામાં આવ્યો છે તે કુસંગને નિષેધ કર્યો છે. જેને સંગ કરવાથી સંસારની ભાવના ઉત્પન્ન થાય, આત્મઉપયોગ ભુલાય તે કુસંગ છે. સત્સંગ ન મળે તે એકલા રહેવું, નિર્જન પ્રદેશમાં રહેવું, પણ કુસંગમાં તે ન જ રહેવું અથવા પિતે ગમે તેવા મનુષ્યના સંબંધમાંથી ગુણ ગ્રહણ કરી શકે છે, કે નવું શીખી શકે છે તેવી જાગૃતિમાં આવ્યો હેય, એટલે આત્મગુણ પ્રગટ થયો હોય, પોતે ન લેપાતાં આગળ જ વધી શકે તેમ છે તેવી ખાતરી થતી હોય તો પછી તેને બાધ નડતો નથી તથાપિ શરૂઆતમાં તે કુસંગથી તદ્દન અળગા રહેવું તે જ યોગ્ય છે. કેટલાક પ્રસંગોમાં કર્મના ઉદયને લઈ, જ્ઞાનદશાવાળાને પણ ભૂલા ખવરાવી જાગૃતિ ભુલાવી દે તેવું પ્રબળ બળ કુસંગનું થઈ પડે છે. એટલે અસંગ રહેવાનો ગુણ ધ્યાન કરનારમાં હોવાની જરૂરિયાત છે.
૧૯ વૃદ્ધની સેવા કરનાર–વૃદ્ધ મનુષ્ય ઘણા અનુભવી હોય છે. તેઓ આ દુનિયામાંઆ જન્મમાં-વહેલા આવેલા હોવાથી તેમણે ઘણો અનુભવ મેળવેલ હોય છે. ઘણી આફત કે વિપત્તિઓમાંથી તે પસાર થયેલા હોય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org