________________
પાનદીપિકા
[ ૩૦૩ ]
છે? પિતાને શું પ્રાપ્ત કરવું છે? તે પ્રાપ્ત કરવા લાયક વરંતુ કયાં છે? કેવાં કારણો મેળવવાથી તે પ્રાપ્ત થઈ શકે છે? તે પ્રાપ્ત ન થવામાં શાં શાં અંતરાયભૂત કારણે છે? આજ સુધી તે વસ્તુ પ્રાપ્ત નથી થઈ તેનું કારણ શું છે? વગેરે બાબતોનું જ્ઞાન પ્રથમ મેળવી લેવું જ જોઈએ. આટલી જ્ઞાનપ્રાપ્તિરૂપ યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તો પછી તે મનુષ્ય ધ્યાન ઉપયોગી થઈ શકે છે.
ર. વૈરાગ્ય–જે વસ્તુ મેળવવી છે તેના તરફ પૂર્ણ પ્રીતિ થવી જોઈએ. અને તે સિવાયની વસ્તુઓમાં વિક્તા દશા મેળવવી જોઈએ. તેમ ન હોય તે પછી તે વસ્તુ મેળવવાની યોગ્યતા હજુ આવી નથી તેમ જ સમજવું જોઈએ. વ્યવહારમાં પણ એ નિયમ અનુભવાય છે કે જે વસ્તુની ઈચ્છા હોય છે તે વસ્તુ મેળવવા માટે મનુષ્ય પિતાનાં બીજાં બધાં કાર્યોનો ભોગ આપી દે છે અને અહનિશ તે વસ્તુ મેળવવા માટે વિચાર તથા પ્રવૃત્તિ રાખ્યા જ કરે છે, તે વસ્તુને જ મુખ્ય કર્તવ્ય તરીકે સમજી બીજા બધાં કર્તવ્યને ગૌણ સમજે છે ત્યારે જ તે વસ્તુ પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે જે વસ્તુ મેળવવી છે તે જ મુખ્ય કાય માની અહોનિશ દરેક ક્ષણે તેનું જ રટણ રાખવું. તેના ઉપર જ પ્રીતિ રાખવી. સંપૂર્ણ લાગણી તેમાં જ હોવી જોઈએ. તે સિવાયનાં બધાં કાર્યો અસાર, નિર્માલ્ય સમજવા જોઈએ. તેનું નામ જ વૈરાગ્ય છે. લૂગડાં બદલાવવા કે અમુક દેશનને વેશ પહેરે તે વૈરાગ્ય નથી. આ લાગણી હોય તે જ વેષ પ્રમાણ છે, નહિતર વેષની વિડંબના જ સમજવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org