________________
[ ૩૦૨ ]
ધ્યાનદીપિકા
ભોજન કરનાર, બ્રહ્મચર્ય ધારણ કરનાર, પવિત્ર હૃદયવાળે, સ્ત્રી અને કામની ચેષ્ટાને સ્પર્શ નહિ કરનાર, નિઃસંગ, વૃદ્ધસેવા કરનાર, આશા ઈચ્છારહિત, કષાય વિનાને, ઇદ્રિયોને જીતવાવાળે, પરિગ્રહરહિત, મમત્વરહિત. સમતામાં લીન થયેલ, આવા શુદ્ધ મનવાળો ધ્યાન કરવાને હોય છે.
ભાવાર્થ–ધ્યાન કરવાવાળા જેના ઉપર જે લક્ષણે બતાવવામાં આવ્યાં છે તે સંપૂર્ણ લક્ષણે જે જીવમાં હેય તે પછી ધ્યાન કરવાની જરૂરિયાત જ રહેતી નથી. ત્યારે આ લક્ષણો શા માટે બતાવ્યાં છે? આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે બીજમાં શક્તિ છે તે કરતાં અંકુર ફૂટયા હોય તે અધિક ગણાય છે. બીજમાં રહેલી વૃક્ષ થવાની શક્તિની શરૂઆત અંકુરે ફૂટવાથી થયેલી ગણાય છે. આ ઠેકાણે પૂર્ણ ગુણો ઝાડ સમાન છે. તેટલા સંપૂર્ણ નહિ. પણ અંકુરે જેટલા જ્ઞાનાદિ ગુણે તે બહાર આવવા જોઈએ જ. આટલી યોગ્યતા આવ્યા પછી અનુકૂળ હવા, પાણી, તાપ, રક્ષણ, ઈત્યાદિની સહાયથી અંકુરો વૃક્ષનું રૂપ ધારણ કરે છે. તેવી જ રીતે અંકુરે જેટલા પણ જ્ઞાનવિરાગ્યાદિ ગુણો જીવોમાં પ્રગટ થયા હોય તે પછી ધ્યાનાદિની મદદથી તે ગુણે અનુક્રમે સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટી શકે છે. અર્થાત્ પ્રથમ ગ્યતાના ગુણ આવ્યા પછી આત્મગુણ ઘણું સહેલાઈથી પ્રગટ થાય છે. * ૧. પ્રથમ જ્ઞાન ગુણ જોઈએ. સામાન્ય રીતે પોતે કેણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org