________________
પાનદીપિકા
[ ૨૯ ]
जिणदेसियाई लख्खणसंठाणासणविहाणमाणाई । उपायठिइभंगाइ पज्जया जेयदव्वाणं ॥ १ ॥ पंचथ्थिकायमइयं लोगमणाइनिधणं जिणक्खायं । नामाइभेयविहियं निविहमहो लोगभेयाई ॥२॥ જિનેશ્વરે કથન કરેલાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં લક્ષણ, સંસ્થાન, આસન (આધાર), ભેદ, પ્રમાણ, ઉત્પત્તિ સ્થિતિ, નાશ ઈત્યાદિ પર્યાયનો વિચાર કરે તેમ જ પંચ અસ્તિકાયમય, આદિઅંત વિનાને લોક છે એમ જિનેશ્વર ભગવાને કહ્યું છે તેના નામાદિ ભેદને તથા અધોલોકાદિ ત્રણ પ્રકારના ભેદને વિચાર કરે.
ભાવાર્થ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદગલ અને આત્મા-આ છ દ્રવ્ય છે. તેનાં લક્ષણેને વિચાર કરે. તેમાં ધર્માસ્તિકાય જીને ચાલવાને મદદ આપે છે. જેમ અંધારામાં ચાલવાવાળા દેખતા માણસને દી મદદ આપે છે. અધર્માસ્તિકાય પૃથ્વીની માફક જીવ પુગેલાને સ્થિર રહેવાની મદદ આપે છે. ખાલી ઘડામાં પાણી આદિ પદાર્થોને જેમ અવકાશ મળે છે, તેમ જીવ પુદગલોને જતાં આવતાં આકાશ અવકાશ આપે છે. કાળ નવજૂનાં બનાવે છે. પુગલ વૃદ્ધિહાનિ પામે છે. આત્મા એ તત્ત્વસ્વરૂપ-સર્વ પદાર્થોને જેનાર-જાણનાર છે, ઈત્યાદિ વિલક્ષણોનો વિચાર કરે.
સંસ્થાનને વિચાર કરવો એ દ્રવ્યની આકૃતિઓને વિચાર કરે. દશ્ય જડ પદાર્થની આકૃતિ બને છે. તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org