________________
[ ૩૦૦ ]
ધ્યાનદીપિકા
સમરસ, લાંબા, ગોળ આદિ અનેક આકારે છે. ધર્મ સ્તિકાયાદિ અરૂપી વસ્તુઓ આખા લેકમાં વ્યાપી રહેલી છે તેવી તેની આકૃતિ કઃપવી. આ લેક નીચે ઊંધા વાળેલા રામપાત્રને આકારે છે, વચમાં ઝાલરને આકારે છે અને અંતમાં મૃદંગને આકારે રહે છે. તેમાં વ્યાપી રહેલા ધર્માસ્તિકાયાદિ તે તે આકારે ચિંતવવા, અથવા ગૃહાદિમાં રહેલા તે. ધર્માસ્તિકાયાદિને ગૃહાદિ આકાર પ્રમાણે વિચાર કરે. આત્મા દેહમાં રહેલો હોય ત્યાં સુધી તેનો આકાર દેહ પ્રમાણે છે એટલે દેહવ્યાપી સમજ. દેહરહિત આત્મા જ્ઞાનસ્વરૂપે લોકાલેકના સંસ્થાન આકારે કલ્પ. કાળ ઔપચારિક વસ્તુ હોવાથી તેને આકાર નથી.
આસન-આધારરૂપે છે. ધર્માસ્તિકાયાદિનાં આસન તરીકે આધારરૂપે સર્વ પદાર્થોનું રહેવું તે તેનાં આસન છે. તે તેની સ્થિતિ છે. | ભેદ–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, આત્મા, તેઓના ભેદે બંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ ઈત્યાદિ ભેદ
સમજવા,
માન–એટલે પ્રમાણ (અમુક ભાગની લંબાઈ-પહોળા ઈમાં રહેવાપણું). ધર્માસ્તિકાયનું પ્રમાણ તિપિતાના સ્વરૂપ પ્રમાણે સમજવું જેને ભાવાર્થ ઉપર આવી ગયો છે. તે દ્રવ્યોની ઉત્પત્તિ. સ્થિતિ અને નાશ તે સંબંધી વિચાર કરે. દ્રવ્યપણે સર્વ નિત્ય છે, પર્યાયપણે અનિત્ય છે. સર્વથા કઈ વસ્તુને નાશ થતો નથી. પર્યાય બદલાયા કરે છે જે પૂર્વે કહેવાઈ ગયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org