SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૯૮ ] ધ્યાનદીપિકા સર્વ સ્થળમાં વિકાસ પામેલી, વિસ્તારાયેલી હોય છે. તેથી . તેવા હર્ષ ખેદના પ્રસંગમાં તેને તો આ વિચાર થાય છે કે તે પદાર્થને તે નાશ જ થતું નથી, ફક્ત તેણે આકૃતિ અને સ્થળ બદલ્યું છે. આ પદાર્થ આ સ્થળમાંથી, આ કાળમાંથી તેની આકૃતિને બદલીને બીજા સ્થળમાં, બીજા કાળમાં બીજી આકૃતિરૂપે તે કાયમ જ છે, તે હર્ષ શોક શા માટે કરે? જે પ્રસંગે જે વસ્તુ મળે છે તે પ્રસંગે પણ તેને હર્ષ નહિ થાય, કારણ કે તેની દષ્ટિ સર્વ દેશ, કાળ તરફ કે પદાર્થ તરફ વિકાસ પામી છે તેથી તે એમ જ સમજે છે કે આ પદાર્થ અમુક સ્થળ, અમુક કાળ અને અમુક આકૃતિને બદલાવીને અન્ય સ્થળેથી અહીં આવ્યા છે અને અહીંથી પણ આ આકૃતિને અમુક વખત પછી બદલાવશે જ. તે સાથે કોઈ પણ સ્થળ કે કાળમાં તેના મૂળ દ્રવ્યને-અને કે જીવને નાશ તે થવાને જ નથી આમ કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કે વિયાગ વખતે ત્રણે કાળમાં દ્રષ્ટિ લંબાવવામાં આવે તો તે વસ્તુના નિત્યપણા વિષે કે વિયેગવાળા અનિત્ય પણ વિષે (દ્રવ્ય કે પર્યાયની અપેક્ષાએ) મનની વિક્ષિપ્ત સ્થિતિ રહેશે નહિ. તે સાથે એક પિતાના અજ્ઞાન સિવાય આત્મા પણ સ્થળ કે કાળના પ્રતિબંધમાં આવી શકે તે છે નહિ. જે પિતાનું અજ્ઞાન હઠાવવામાં આવે તે આત્માને પણ કંઈ દ્રવ્ય, સ્થળ કે કાળનું બંધન નડવાનું નથી. આ સંસ્થાનવિચયના વિચારથી અનેક ફાયદાઓ થવા સંભવ છે. આગમમાં કહ્યું છે કે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy