________________
[ ૨૯૬ ]
દયાનદીપિકા
સ્તિકાય અને આત્મા એ છ પદાર્થોથી ભરપૂર છે. તેમાં કાળા ઔપચારિક હોવાથી અઢી દ્વીપની અંદર હાલતાચાલતા સૂર્યાદિની અપેક્ષાએ છે, બાકી પાંચ દ્રવ્યથી પૂર્ણ ભરેલ છે. પદાર્થોના મૂળ દ્રવ્યો નિત્ય છે, પર્યાયરૂપે તે અનિત્ય છે, એટલે તેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ થયા કરે છે. પાણીમાં પરપોટાઓ, તરંગો ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે છતાં પાણી તો કાયમ છે. આ પ્રમાણે દરેક દ્રવ્યોમાં ઉત્પન્ન થવાપણું નાશ પામવાપણું અને મૂળ દ્રવ્ય કાયમ રહેવાપણું છે એટલે જડ પુગલ, દ્રવ્યના અનેક આકારેઘાટે બને છે તે તેની ઉત્પત્તિ માનીએ, ઘાટો કે આકારે ભાગી જતાં અન્ય આકાર ધારણ કરે છે તે તેને નાશ થયે, પરંતુ મૂળ દ્રવ્ય તે કાયમ જ રહ્યું. વળી રૂપાંતર પામી પાછા આકારો શરૂ થાય છે, ટકી રહે છે અને પાછા વિનાશ પામે છે. આવી રીતે સર્વ પદાર્થોમાં ફેરફાર થયા કરે છે. તેવા પદાર્થોથી ભરપૂર આ લેક છે. આ લેક નિત્ય શાશ્વત છે, તેને કેઈએ બનાવ્યું નથી. સંપૂર્ણ છે, અનાદિસિદ્ધ છે, તેમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણે લેક રહેલા છે. તે પુરુષાકાર આકૃતિવાળા લેકમાં પણ આકાશ છે, તેને કાકાશ કહે છે. તેની બહાર આ પાંચ દ્રવ્ય નથી, કેવળ આકાશ જ છે, તેને અલકાકાશ કહે છે. તે
કાકાશમાં ચૌદ રાજ લેકની ગણતરી કરવામાં આવે છે ઈત્યાદિ લેક સંસ્થાનને વિચાર કરે તે લેખસંસ્થાન ધ્યાન છે.
યોગશાસ્ત્રમાં કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org