________________
[ ૨૭૦ ]
ધ્યાનદીપિકા
ઘણી સારી અસર થાય છે. ઘણું સહેલાઈથી મન સ્થિરતા પકડે છે.
ધ્યાનને માટે કેવું સ્થાન જોઈએ તે માટે દયાનશતકમાં કહ્યું છે કે:
निच्चं चिय जुवइपसुनपुंसगकुसीलवज्जियं । जइणो ठाणं विजणं भणियं विसेसओ इझाणकालंमि ॥१॥ નિરંતરને માટે સાધુઓનું સ્થાન-રહેવાને મુકામ, સી, પશુ, નપુંસક અને કુશીલ દુરાચારીના સંગથી રહિત જ હોય છે. અને તે કારણથી તે સ્થાન (સ્ત્રી આદિ મનવિક્ષેપના કારણના અભાવવાળું હોવાથી) નિર્જન કહેલું છે. છતાં પણ ધ્યાન કરવાના વખતે તે વિશેષ પ્રકારે નિર્જન હોવું જોઈએ. જેનું મન આત્મભાવમાં પરિણમ્યું નથી તેવાઓને આવાં નિમિત્તો વચ્ચે યાનનું આરાધન કરવું તે અશક્ય જેવું છે. માટે તે નિર્જન પ્રદેશ શરૂઆતના અભ્યાસી માટે ધ્યાન સારુ હવે જોઈએ. સ્થિર વેગવાળા માટે તેવા સ્થાનની ખાસ જરૂર નથી.
थिरकयजोगाणं पुण मुणीण इझाणेसु निश्चलमणाणं । गामंमि जणाइन्ने सुन्ने स्ने व न विसेसो ॥ २॥
ગોને સ્થિર કરવાના અભ્યાસ કરવાવાળા અને ધ્યાનને વિષે નિશ્ચલ મનવાળા મુનિઓને મનુષ્યથી ભરેલા ગામમાં કે શૂન્ય અરણ્યમાં રહેવામાં કાંઈ વિશેષ નથી.
ભાવાર્થ-ધીરજ અને સંઘયણમાં બળવાન શરીરવાળા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org