________________
ધ્યાનદીપિકા
[ ૨૭૧ ]
જ્ઞાનાદિ ભાવનાઓના વ્યાપારનો જેણે સારી રીતે અભ્યાસ કરેલ હોય તેવા વળી મહાસત્તવવાળા, સૂત્ર અર્થાદિના અનુભવવાળા અને તપશ્ચરણાદિમાં શરીરને સારી રીતે જેણે કસેલું હોય તેવા અભ્યાસવાળા તથા ધર્મયાનને વિષે સારી રીતે નિઃપ્રકંપ નિશ્ચલ મનવાળા મુનિઓ, વસ્તીથી ભરેલા ગામમાં રહે અથવા નિર્જન પ્રદેશવાળા સૂના અરણ્યમાં જઈને રહે છે તે અને તેઓને મન સરખું છે. મતલબ કે આટલી સ્થિતિ સુધી જેઓનું મન સ્વાધીન થયું છે, તેઓને ગામમાં રહેતાં પણ વિક્ષેપ થતું નથી અને અટવીમાં જઈને રહે તે પણ કાંઈ વિશેષ નથી. જેનું મન કાબૂમાં આવ્યું હોય તેને મન તો સર્વ સ્થાને સરખાં જ છે.
ત્યારે કેવા સ્થાને રહી ધ્યાન કરવું? तो जथ्थ समाहाणं होज्ज मणोवयणकाययोगाणं । भृउबरोहरहिओ सो देसो इझायमाणस्स ॥ १ ॥ માટે જ્યાં જે સ્થળે ધ્યાન કરતાં મન, વચન, કાયાના યોગેનું સમાધાન રહે (તેમાં વિકૃતિ ઉત્પન્ન ન થાય) અને જે સ્થળે પૃથ્વી કાયાદિ જેને સંઘટન આદિ ઉપદ્રવ ન થાય તે દેશ (સ્થળ) ધ્યાન કરવાવાળાને ગ્ય છે. ધ્યાન કરવાને કાળ(વખત) એટલે ક્યારે ધ્યાન કરવું?
यत्र काले समाधानं योगानां योगिनो भवेत् । ध्यानकालः स विज्ञेयो दिनादेनियमोऽस्ति नः ॥११५।। જે કાલને વિષે યોગીના મન, વચન, કાયાના યોગોનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org