________________
[ ૨૬૮]
ધ્યાનદીપિકા ત્યારે તેમના સંબંધમાં મને કાંઈ વિચાર કરવાનું રહેતું જ . નથી નાના-મોટા, સારા-નઠારા વગેરે કહેવાપણું રહેતું જ નથી. તે સર્વ વાતે તો કર્મની વિવિધતામાં છે. તેને લઈને જ છે, પણ આત્મ દષ્ટિથી સત્ય સ્વરૂપે તપાસતાં તે સર્વ સરખા છે. તે કેના ઉપર રાગ કે દ્વેષ કરવો, હર્ષ કે શેક કરે. ઈત્યાદિ વિચારો દ્વારા, બહારના વાતાવરણને ઉત્પન્ન કરનાર જીવને જ શુદ્ધ માનવામાં આવે તો તેમના નિમિત્તે જે રાગદ્વેષ, હર્ષશેક કે વિચારો ઊઠે છે તે ઊઠતા બંધ થાય અને આપણું ધ્યાન કે વર્તન શુદ્ધ થાય, રાગછેષ વિનાનું બને અને તેમ બને તે સંવર થાય, નવીન બંધ અટકે, આત્મબળ વધે, કર્મ નિર્જરા પામે, ધ્યાનમાં પણ આ જ કરવાનું છે. વાતાવરણ સુધારવાનો હેતુ પણ આ જ છે. માટે ધ્યાનનું સ્થળ બાહ્ય અને અંતરથી બને રીતે ઉત્તમ રાખવું જોઈએ.
જે સ્થળે અનેક મહાપુરુષે તીથ કરાદિ કે સામાન્ય કેવળી પ્રમુખ સિદ્ધ દશાને પ્રાપ્ત થયા હોય તેવું સ્થાન ધ્યાનને માટે વધારે પસંદ કરવા ગ્ય છે, કેમ તે સ્થળે તેવા જ ઉત્તમ વિચારોનું ફુરણ સહજ વિચાર કરતાં જ થવા વધારે સંભવ છે. અહા! આ સ્થળે ભગવાન મહાવીર દેવે ધ્યાન કર્યું હતું ! આ સ્થળે કાર્યોત્સર્ગ મુદ્રામાં અમુક વખત રહ્યા હતા. આ સ્થળે પરમ શાંતિ અનુભવી હતી ! આ સ્થળે કેવળજ્ઞાન પામ્યા હતા ! આ સ્થળે નિર્વાણ પામ્યા છે! વગેરે વિચાર આવતાં ધ્યાન કરનારના ઉત્સાહમાં કઈ અલૌકિક વધારે થાય છે. ધ્યાન માટે તીર્થ સ્થાને વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org