________________
[ ૨૬૬ ]
ધ્યાનદીપિકા પણ અસર પિતાના ઉપર થયા સિવાય રહેતી નથી. તેમ તમે એક જ સ્થળે બેસીને નિરંતર જે વખતે પરમાત્માનું ધ્યાન કરતા હશે તે સ્થળે જ્યારે જ્યારે આવશે-બેસશે ત્યારે ત્યારે તમારા વિચાર પર ત્યાંના વાતાવરણની અસર થયા કરશે. એટલે વિશેષ છે કે તે સ્થળે લાંબા કાળ સુધી સારા કે નઠારા જે વિચાર કર્યા હશે તથા સારા કે માઠા બનાવે અનુભવ્યા હશે તે સ્થળને જોતાં જ પૂર્વના સંસ્કાર શ્કરી આવીને તમારા વિચારોમાં એકદમ સુધારે કે બગાડે, હર્ષ કે ખેદ, શાંતિ કે ક્લેશ ઉત્પન્ન કર્યા સિવાય નહિ રહે છતાં આ વાતાવરણ તમે જાણી જોઈને બાંધ્યું નથી, એ તે સ્વાભાવિક તમારા વિચારાદિ ક્રિયા-અનુષ્ઠાનથી બંધાયેલું છે. પણ જે વાતાવરણ બંધાયેલું છે તેમાં ફેરફાર કરી નાખી, જૂના વાતાવરણને વિખેરી નાખી નવું વાતાવરણ તે જ સ્થળે બાંધવું તે બળ કે શક્તિ પણ મનુષ્યના હાથમાં છે. અને તેમ કરી પોતાના જીવનને ઉચ્ચ ભૂમિકામાં લાવી શકાય છે. દાખલા તરીકે જે સ્થળે મલિન વાતાવરણ બંધાચેલું છે એમ પોતાને જણાય અથવા અનુમાન કરી શકાય કે આ સ્થળે અમુક વિચારના મનુષ્ય રહેતા હતા તેથી, વાતાવરણ મધ્યમ કે અધમ હોવું જોઈએ, અને ત્યાં બેસવાની જરૂર જણાય તે તે સ્થળે ઘણા જ લાંબા સ્વરે છે. કારને ઇવનિ અનેકવાર કરે. અને તે એટલી બધી પ્રબળ ભાવનાથી-લાગણીથી કરો કે આ ઋારના ધ્વનિથી મલિન વાતાવરણને હું શુદ્ધ કરી દઉં છું, તે જરૂરી તેમાં ફેરફાર થશે. આ વખતે આત્મજાગૃતિ પ્રબળ રાખવી કે જેથી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org