________________
[ ૨૬૪ ]
ધ્યાનદીપિકા
જે સ્થળે જીવ સિદ્ધ દશા પામેલા હોય તેવા તીર્થ આદિક ક્ષેત્રમાં, સારા સ્થાને માં, મનુષ્યની વસ્તી વિનાનાં સ્થાનોમાં અથવા મનને પ્રીતિ આપવાવાળા પ્રદેશોમાં મુનિએને ધ્યાનની સિદ્ધિ થાય છે.
ભાવાર્થ–મનને આત્મામાં લીન કરી દેવાની કે આત્મામાં ગાળી દેવાની મજબૂત અભ્યાસ કે ટેવ પાડવામાં નથી આવી ત્યાં સુધી મન વારંવાર નિમિત્તને પામી તેવા આકારે પરિણામ પામે છે. ધ્યાન વખતે આજુબાજુના હલકા સયગોને લઈ નિમિત્તોને પામી મન ધ્યાનને મૂકી દઈ બીજા ભાવમાં પરિણામ ન પામે તે માટે સ્થાન સારૂં હેવાની જરૂરિયાત છે. આજુબાજુનું વાતાવરણ જેમ ઊંચા વિચારનું અને પવિત્ર હોય તેમ મન જલ્દી શાંત થાય છે. સારા અને નઠારા વાતાવરણની પણ અસર મન ઉપર થયા સિવાય રહેતી નથી. તે માટે ઉત્તમ સ્થાનની ધ્યાન માટે જરૂરિયાત છે.
વાતાવરણ બે પ્રકારે બંધાય છે. એક અન્ય મનુષ્યાદિના વિચારો તથા જે સ્થાને તેઓ લાંબો વખત રહી જે પ્રવૃત્તિ કરે છે તેથી બંધાય છે, તથા બીજુ પિતાના વિચારોને લઈને બંધાય છે.
પ્રથમ વાતાવરણ આ પ્રમાણે છે કે અમુક સ્થળે બેસી પોતાના જીવન સંબંધી કે પ્રવૃત્તિ-નિવૃત્તિ સંબંધી અનેક વિચારો તેઓ કરે અને પછી તેઓ ત્યાં ચાલ્યા જાય. આ વાતાવરણ ઘણુ થોડા વખત સુધી ટકી રહે છે, કારણ કે તેમણે અહીં જે વિચાર કર્યા છે, વચનથી તેઓ જે કાંઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org