________________
ધ્યાનદીપિકા
[ ૨૬૩ ]
નિર્ભય અને આ લેક કે પરલોકના સુખની આશંસા-ઈચ્છા વિનાને--આવા પ્રકારનું વર્તન કરનાર જીવ, ચારિત્ર વડે ભાવિત-વાસિત મનવાળો કહેવાય છે. તે છવધ્યાનને વિષે નિશ્ચલ હોય છે.
ભાવનાને ઉપસંહાર भावनास्वासु संलीनं विधायाध्यात्मिकं स्थिरम् । कर्मपुद्गलजीवानां स्वरूपं च चिंतयेत् ॥ ११२ ॥ नित्यमामिर्यदा विश्वं भावयत्यखिलं मुनिः । विश्वौदासीन्यमापनश्वरत्यत्रैव मुक्तवत् ॥ ११३ ।।
આ ભાવનાઓને વિષે મનને લીન કરી-વાસિત કરી આત્મભાવમાં મન સ્થિર થાય તેમ કરવું. તે માટે કર્મ, પુગલ અને જીવના સ્વરૂપનું ચિંતન કરવું-વિચાર કર. મુનિ જ્યારે આ ભાવનાઓ વડે આખા વિશ્વને ભાવિત કરે છે, આખા વિશ્વને વિચાર કરે છે, આખા વિશ્વના સંબં ધમાં સત્ય વસ્તુને મનમાં દઢ નિશ્ચય કરે છે ત્યારે આ વિશ્વ ઉપર તેને ઉદાસીનતા પ્રાપ્ત થાય છે. અને તે સર્વ પદાર્થ ઉપરની ઉદાસીનતાને યોગે (કેઈ પણ પદાર્થ ઉપર રાગદ્વેષ રહેતા નથી ત્યારે) અહીં જ-આ જન્મમાં જ મુક્ત થયેલા ની માફક વિચરે છે અર્થાત્ પછી તેને કઈ પણ જાતને પ્રતિબંધ કે લેપાવવાપણું થતું નથી.
ધ્યાનની સિદ્ધિ કેવા સ્થળે થાય છે? सिद्धतीर्थादिके क्षेत्रे शुभस्थाने निरंजने । મન:તિરે દાનસિદ્ધિર્મવેમુ: | ૪ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org