________________
[ ૨૫૬ ]
ધ્યાનદીપિકા
આ જ પ્રમાણે ગુણગ્રાહી જીવે, પથરા, રેતી, કાંકરી કે ધૂળ સમાન દુર્ગુણેની ઉપેક્ષા કરી, સગુણરૂપી ખાંડ તેમાંથી પણ વણી લે છે. તેવી ધૂળમાંથી પણ ખાંડ વણી ખાતાં કીડીનું પેટ ભરાય છે અને તે તૃપ્ત બને છે. તેમ જ દુર્ગણીમાંથી પણ સગુણને ચૂંટી લેનાર માણસ સદગુણી બને છે અને શાંતિ અનુભવે છે.
આ પ્રમોદ ભાવનાથી આપણે સદ્દગુણી થઈએ છીએ. અંતઃકરણ ધર્મધ્યાન કે શુકલધ્યાનને લાયક બને છે. હૃદયમાંથી શ્રેષની લાગણીઓ ચાલી જાય છે. ઈર્ષ્યા કે ષષ્ટિ નાસી જાય છે. મન શાંતિ પામે છે, માટે દુનિયાના દરેક પ્રસંગમાં ગુણે જોવાની ટેવ વધારવી અને ગુણીઓનું બહુ માન કરવા સાથે પોતે સદ્ગણી થવા પ્રયત્ન કરે.
| મધ્યસ્થ ભાવના देवगुर्वामाचार निन्दकेष्वात्मसंसिषु । पापिष्ठेषु च भाध्यस्थां सोपेक्षा च प्रकीर्तिता ॥१११॥
દેવની, ગુરુની, આગમની (શાસ્ત્રની, સિદ્ધાંતની) તથા આચારની નિંદા કરનાર અને પોતાની પ્રશંસા કરનાર પાપિક જીને વિષે (રાગ કે દ્વેષ ન કરતાં) મધ્યસ્થ રહેવું તેને ઉપેક્ષા કહેલી છે.
ભાવાર્થ-રાગદ્વેષની પરિણતિમાં ન પાડવા માટે આ ચથી માધ્યસ્થ ભાવનાથી હૃદયને વાસિત કરવું. મધ્યસ્થ એટલે ઉપેક્ષા “તે જાણે અને તેનાં કર્મ જાણે” આપણે શું? તેનાં ક્ય તેને ભોગવવા પડશે. આપણે નકામે તેને માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org