________________
ધ્યાનદીપિકા
[ ૨૪૯ ]
છે મારા વિશે ખરી
અને સદાને માટે ટકાવી રાખે છે. માટે આ ભાવનાઓથી ઘણા કાળ પર્યત ચિત્તને વાસિત કરવું.
મિત્રી ભાવના प्राणभूतेषु सर्वेषु सुखदुःख स्थितेषु च ।। वैरिमित्रव जीवेषु मैत्रीस्याद्धितधीः सतां ॥ १०८॥
પ્રાણને ધારણ કરનાર સર્વ જેને વિષે-સુખમાં રહ્યાં હોય કે દુઃખમાં રહેલાં હેય-તેમને વિષે તે જીવે શત્રુ હોય કે મિત્ર હોય તે સર્વ ઉપર હિતની બુદ્ધિ રાખવી તે સપુરુષની મિત્રીભાવના છે.
ભાવાર્થ—દુનિયાના સર્વ જીવો ઉપર મિત્રતા રાખવી મિત્ર સમાન પ્રીતિ રાખવી. આ વખતે આ વિચાર કરવાનો નથી કે “આ જીવો સુખી છે? નિરોગી છે? ધનાઢય છે? બળવાન છે? કે કઈ પણ સત્તા ધરાવનાર છે? આવા ધનાઢય કે બળવાન જી તરફ તે પ્રીતિ રાખવી, કારણ કે તેમના તરફથી ભવિષ્યમાં કોઈ પણ પ્રસંગે આપણને સહાય મળશે, દુખી સ્થિતિમાં મદદગાર થશે, અગર આપણે બચાવ કરશે અને આ છે તે દુઃખી છે, નિર્બળ છે, નિર્ધન છે, તેમની સાથે પ્રીતિ રાખવાની શી જરૂર છે? તે આપણને શી મદદ આપવાના છે? શા ઉપગી થવાના છે?” આ વિચાર આ ઠેકાણે કરવાનું નથી. વળી આ આપણા વૈરી છે, શત્રુઓ છે, અન્ય દેશના છે, તેમની સાથે શા માટે મિત્રતા રાખવી ? અને આ તે આપણું મિત્રો છે, કુટુંબીઓ છે, સંબંધીઓ છે, ઓળખીતા છે, આપણે દેશના છે, આપણી નાતના છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org