________________
[ ૨૪૮ ]
ધ્યાનદીપિકા
ધ્યાનને પોષણ આપનારી ભાવનાઓ, ધ્યાનને ઉચિત સ્થાન, ધ્યાનને યોગ્ય કાળ (વખત), ધ્યાન માટે આસન, આલંબન (વાચનાપૃચ્છનાદિ), કમ (મનને નિરોધ આદિ), ધ્યાન કરવા લાયક, ધ્યેય (આજ્ઞા વિચયાદિ), ધ્યાન કરવાને લાયક અપ્રમત્તાદિ ગુણ, ત્યાર પછી અનુપ્રેક્ષા (ધ્યાન પૂર્ણ થયા પછી અનિત્યાદિ ભાવનાઓના વિચારરૂપ), વેશ્યા (શુકલાદિ), લિંગ (શ્રદ્ધાની આદિ), ફલ (દેવલોકાદિ) ઈત્યાદિ ધ્યાનનાં સાધનને જાણ્યા પછી મુનિએ ધ્યાનને અભ્યાસ કરે.
ધ્યાનને મદદગાર ભાવના चतस्रो भावना भव्या उक्ता ध्यानस्य सूरिभिः । मैत्र्यादयश्चिरं चित्ते विधेया धर्मसिद्धये ॥१०७ ॥ ધમ ધ્યાનની, મૈત્રી આદિ સુંદર ચાર ભાવનાઓ આચાએ કહી છે. ધર્મધ્યાનની કે આત્મધર્મની સિદ્ધિને માટે ઘણા કાળ પર્યત આ ભાવનાઓને ચિત્તમાં ધારણ કરવી. * ભાવાર્થ–આ મિત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ચાર ભાવનાઓ ધર્મધ્યાનને પોષણ કરનારી છે. દુર્બળ થયેલા શરીરને પુષ્ટ કરવા માટે મનુષ્યો જેમ રસાયણને ઉપયોગ કરે છે. તેમ દુબળ થયેલા ધર્મધ્યાનરૂપ શરીરને સુધારીને પોષણ આપનાર-પુષ્ટ કરનાર-વૃદ્ધિ પમાડનાર આ ચાર ભાવનાઓ છે. આ ભાવનાઓ ઘણું સુંદર છે, કારણ કે પિતાને અને પને-અન્ય જીવોને સર્વને સુખદાયી છે, ધર્મધ્યાનને જિવાડનાર જીવન છે, ગયેલું ધર્મ ધ્યાન પણ આ ભાવનાથી હૃદયવાસિત થતાં પાછું આવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org