________________
ધ્યાનદીપિકા
[ ૨૪૭ ] ધર્મધ્યાનમાં ઉપયોગી સાધને भावनादीनी धर्मस्य स्थानाद्यासनकानि वा । . कालश्वालंबनादीनि ज्ञातव्यानि मनीषिभिः ॥१०६॥ ધર્મધ્યાનની સિદ્ધિ માટે ભાવના, સ્થાન, આસન, કાળ, અને આલંબનાદિ બુદ્ધિમાને એ જાણવાં.
ભાવાર્થ કોઈ પણ એક કાર્ય સિદ્ધ કરવા માટે તેના અંગરૂપ કે મદદગારરૂપ કારણે એકઠાં કરવાની પ્રથમ જરૂર પડે છે. તે કારણો હોય તો જ કાર્ય સિદ્ધ થાય છે, નહિતર કાર્ય સિદ્ધ થતું નથી. ધર્મધ્યાન કે શુક્લધ્યાન તે પણ એક કાર્ય છે, તે તેનાં કારણે એકઠાં કરવાં જ જોઈએ. તે કારણેમાં ભાવના કે જેનાથી મનને વાસિત કરવામાં આવે છે તે તથા ધર્મધ્યાન માટે કેવું સ્થાન હોવું જોઈએ, કેવે આસને બેસી ધ્યાન (ધર્મધ્યાન) કરવું કયા કાળમાં ધ્યાન કરવું અને કેવાં આલંબન લેવાં આદિ શબ્દથી ધર્મધ્યાનના અધિકારી, વેશ્યા, ચિહ્ન, ફળ વિગેરે જાણવાં, જેમાંથી કેટલાંક પૂર્વે કહેવાઈ ગયાં છે. બાકી જે રહ્યા છે તે અહીં અનુક્રમે બતાવવામાં આવશે.
ધર્મધ્યાનમાં કઈ કઈ બાબતો મદદગાર તરીકે ઉપયોગી છે તે વિષે ધ્યાનશતકમાં કહ્યું છે કેઃ
झाणस्स भावणाओ देसं कालं तहासणविसेसं । . आलंबणं कमं पुण झाइयव्वं जैयझायारो ॥१॥ तत्तोणुप्पेहाओ लेस्सां लिंगं फलं च नाऊणं ।। धम्मं झाइज्जं मुणी तग्गयजोगो तओ सुकं ॥२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org