________________
[ ૨૩૬ ]
ધ્યાનદીપિકા
-
-
મન પ્રધાન બહુ બળવાન છે. તે જો આ ઇદ્રિરૂપી સ્ત્રીઓની મિજબાની-ભક્તિ ચાખવાથી દૂર રહે તો તે આત્મારૂપ રાજાનું ઘણું હિત કરી શકે તેમ છે. તેને આવા દેહરૂપ મલિન બંદીખાનામાંથી છોડાવી શકે તેમ છે અને તે આત્મારૂપ રાજાની સાથે અભેદ થઈ રહે તેમ છે. પણ આ ઇદ્રિયરૂપ સ્ત્રીઓના કબજામાંથી તે છૂટે, તે આ સર્વ વાત બની આવે તેમ છે.
માટે જ શાસ્ત્રકાર કહે છે કે વિષ થકી ઇદ્રિને વ્યાવૃત્ત કરવી-પાછી હઠાવવી. કાં તે ઇન્દ્રિયો એ મનની આગળ વિષ હાજર કરવા નહિ અગર તે મને ઇન્દ્રિય પાસે જવું બંધ કરવું. આ ઉપાયને પ્રત્યાહાર કહે છે.
આપણે ઇંદ્રિયોને વિનંતી કરીશું કે તમારે વધારે વખત નહિ, તે જેટલી વખત મન આત્માની સમીપ જવાની ઈચ્છા કરે તેટલા વખતને માટે મનને વિષ હાજર ન કરવા. અથવા આત્માના ભલા માટે મનને વિનંતિ કરીએ છીએ કે તેણે આત્માની નજીક જવાની ઈચ્છા હોય ત્યારે અગર આત્માની હજૂરમાં દાખલ થવા અગાઉ જ પોતાની આ સ્ત્રીઓને યાદ ન કરવી-તે તરફ પિતાનું ધ્યાન ખેંચવું નહિ. અને તે સિવાયના વખતમાં કદાચ ઇન્દ્રિયની પાસે જવું પડે તે તે જે અનુકૂળ કે પ્રતિકુળ વિષ આપે તેમાં હર્ષ, શાક, રાગ કે દ્વેષ ન કરતાં મધ્યસ્થ રીતે તેને અનુભવ કરી લે. આમ કરવાથી તે મનના માલિક-મનને શક્તિ આપનાર આત્મારૂપ રાજાને જરા પણ દુઃખ થવાને સંભવ નથી. પિતાના માલિકના ભલા માટે મન અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org