________________
[ ૨૨૮]
ધ્યાનદીપિકા
=
અહીં સુધી કહેલા પ્રાણાયામની પદ્ધતિના ચાર ભાગ પડેલા છે. દરેક ભાગમાં શારીરિક અને માનસિક એવા બે ભાગ છે. આ વાત લક્ષમાં આવી જ હશે. ડાબા નસકેરાથી પવન પૂર-માંહી ખેંચ આ પૂરક પ્રાણાયામને પ્રથમ ભાગ છે. આ ભાગમાં પ્રાણને અંદર લેવાની ક્રિયા તે શારીરિક ક્રિયા છે અને હું શુદ્ધ પરમાત્મસ્વરૂપ છું એ મને ભાવને ધ્યાનમાં વાસક્રિયા સાથે સ્થિર કરે તે માનસિક કિયા થઈ. છે તે પૂરેલા વાયુને અંદર કેટલાક વખત સુધી પેટ, હાજરી, ફેફસાં વિગેરેમાં રાખી મૂક તે કુંભક) શારીરિક બીજી ક્રિયા થઈ, તે સાથે અનંત શક્તિમાન જ્ઞાનસ્વરૂપ હું છું એ દઢ મનોભાવને વિચાર કરવાની માનસિક બીજી ક્રિયા થઈ
જમણા નસકોરાથી શ્વાસ છોડી મૂકવાની ક્રિયા ધીમે ધીમે કરવી તે ત્રીજા ભાગની શારીરિક રેચક ક્રિયા થઈ અને શ્વાસ સાથે સર્વ મલિન વાસના અને દુર્બળતા અંતઃકરણ માંથી કાઢી નાખવી એ માનસિક ત્રીજી ક્રિયા થઈ કહેવાય છે,
શ્વાસને અંદર આવતે અટકાવી બહાર રહેવા દેવાની પ્રાણાયામના ચોથા ભાગની ક્રિયા છે. આ ક્રિયા સિદ્ધ થાય એટલે અરધે પ્રાણાયામ થયે. (આ સ્થળે જરૂર જણાય તે દેડકવાર ભવું, વિશ્રાંતિ લેવી, વિશ્રાંતિ લેતી વખતે શ્વાસોચ્છવાસ સ્વાભાવિક ગતિમાં ચલાવો. પછી પ્રાણાયામની ક્રિયા શરૂ કરવી.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org