________________
ધ્યાનદીપિકા
[ ૨૨૭ ]
નસકેારૂં ઉઘાડી નાખવું અને તે વાટે માંહે લઈ, ખધ કરેલા શ્વાસ હળવે હળવે બહાર કાઢવા. આને રેચક ક્રિયા કહે છે. આ રેચક ક્રિયા કરતી વખતે મનની વૃત્તિને આત્માકાર કરી નાખવી અને દૃઢ ભાવના કરવી કે આ મહાર જતા વાયુ સાથે જ મારા મનના મેલમાત્ર, સઘળી અશુદ્ધિઓ કુવિચાર, અજ્ઞાન, દુષ્ટપણું અને પાપરૂપ મળ નીકળી જાય છે-ધાવાઈ જાય છે. એ બહાર જતા વાયુ સાથે નખળાઇ અને દુખળાઇમાત્ર ચાલી જાય છે. એ પછી દુખળતા કે અજ્ઞાન રહેતાં નથી. ભય કે કલેશ પણ નથી રહેતા. ખેદ, ઉદ્વેગ, ઉદાસી, વિગેરે પાપા પછી રહી શકતાં જ નથી. ઉપાધિમાત્ર-તાપમાત્ર-નાશ પામે છે.
માંડે પૂરેલા વાયુ આમ નીકળી જાય એટલે બન્ને નસકારાં ઉઘાડી નાખવાં. પણ વાયુને-શ્ર્વાસને અંદર લેવે નહિ. નાક ઉપરથી હાથ ઉઠાવી લેવા. તમારાથી બનતા મધા યત્નાથી વાયુને અંદર આવવા દેવા નહિ, શ્ર્વાસને બહાર રાખવાની અને અંદર નહિ આવવા દેવાની આ ક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે મનને નકામુ રહેવા દેવું નહિ અને એકાગ્ર ચિત્તથી સ ́પૂર્ણ મનેાખળ-આત્મબળ વાપરીને *આ ઉપાધિ રહિત કેવળ શુદ્ધ સિદ્ધસ્વરૂપ હું પોતે છું.' એવા અવિચળ ધ્યાનમાં મગ્ન રહેવું. દેશકાળના મને ખાધ નથી, મારુ' આત્મસ્વરૂપ દેશ, કાળ, કારણ અને પુદ્ગલાથી પર છે. જગતની કાંઈ પણ ઉપાધી અથવા જગતનુ કાંઇ પણ બધન મને નડતર કરી શકે તેમ છે નહિ, ઈત્યાદિ ધ્યાનમાં મગ્ન રહેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org