________________
[ ૨૨૬ ]
ધયાનદીપિકા
શ્વાસને ધીરે ધીરે અંદર લે. આ શ્વાસ અંદર લેવાની કિયાને પૂરક કહે છે. આ પૂરક ક્રિયા મન શાંત અને સ્વરથી થાય ત્યાં લગી ક્યાં જવી. આ ક્રિયા વખતે મનને શૂન્ય કે નકામું રાખવું નહિ. આ પૂરક ક્રિયા ચાલતી હોય ત્યારે ચિત્તને એકાગ્ર કરવું અને ચિંતન કરવું કે એક મહાન શક્તિને હું મારા શરીરમાં લઉં છું, પૂરું છું. હું એક મહાન અમૃત તત્ત્વનું પાન કરું છું. શ્વાસ પૂરો માંહી લઈ રહ્યા એમ તેમને જણાય ત્યારે કનિષ્ટકા અને અનામિકા આંગળીઓ વડે ડાબું નસકોરું દાબીને બંધ કરી દેવું. આ પ્રમાણે શ્વાસ લઈને બંધ કર્યા પછી મુખ દ્વારા તેને નીકળવા દે નહિ આને કુંભક ક્રિયા કહે છે.
આમ માંહે લઈ બંધ કરેલા વાયુને ફેફસાં, પેટ અને હાજરી વગેરેમાં ભરી દેવો. - શરીર અંદરની સઘળી ખાલી જગ્યાઓ આ વાયુથી ભરી નાખવી. ઉપર પ્રમાણે આ વાયુ શરીરમાં લઈ ભરી રાખતી વખતે પણ મનને નકામું રહેવા દેવું જોઈએ નહી, પણ હું આત્મા છું, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ. અનંત શક્તિમાન, જ્ઞાનસ્વરૂપ હું છું એવી ભાવનાનું એકાગ્ર મને ધ્યાન ધરવું તમારી સર્વ શક્તિઓ અને તમારું સઘળું મનોબળ વાપરીને આ ભાવનાના ધ્યાનને સજજડ, મજબૂત અને અચળ કરવું–શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું. તમે જ સત્ય છે, દિવ્ય અને અલૌકિક સત્તા તમે છે. આ પરમેશ્વરનું ધ્યાન તમારે ચાલુ રાખ્યા કરવું. પછી તમને જણાય કે વાયુ-શ્વાસ, માંહી બહુ વખત સુધી રોકી શકાય તેમ નથી. એટલે ડાબું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org