________________
ધ્યાનદીપિકા
[ ૨૨૯ ]
અને માનસિકરવી. પૂર્વની કલા
જ ત્યારે એક
હવે ડાબાને બદલે જમણા નસકોરાથી પવન પૂર. માનસિક કિયા પણ પહેલાંની માફક કરવી. પૂર્વની માફક શરીરથી ચાર ક્રિયા અને માનસિક ચાર ક્રિયા ઓ પૂરી થાય ત્યારે એક પ્રાણાયામ થયે. દરેક ક્રિયાના અભ્યાસમાં વખતને હળવે હળવે વધારતા જવું, ઉતાવળ કરવી નહિ. દરેક ક્રિયા, પ્રમાણ સહિત અને યથાયોગ્ય રીતિથી થવી જોઈએ. શ્વાસને સારી પેઠે અંદર ખેંચ્યા પછી એકદમ છોડી દે નહિ.
આ પ્રમાણે જે પ્રાણાયામ શીખશો-અભ્યાસ કરશો, તે તમારામાં અપૂર્વ બળ આવશે. રોગમાત્ર દૂર જશે. લેહીબગાડથી થતાં સઘળાં દર્દો તેમ જ ક્ષય રોગ સુદ્ધાં પ્રાણાયામના અભ્યાસથી નાશ પામશે.
પ્રાણાયામ કરનાર કેટલાક માંદા થાય છે. આનું કારણ એ છે કે તેઓ કુદરતને નિયમ જાણતા નથી. આટલી પળમાં શ્વાસ લે, અને આટલી પળો પછી છેડો જાઈએ એ તેઓની બેટી હઠથી મંદવાડ થાય છે. દરેક કિયા, દરેક ભાગ અને દરેક ભેદના વખતને વધારવાને અવશ્ય પ્રયત્ન કરે. પણ થાક લાગે, કંટાળે ઉપજે એવું તે કદી કરવું જ નહિ. એકદમ શ્વાસને ખેંચવાનો કે રોકી રાખવાને પ્રયત્ન કરો નહિ. ધીરે ધીરે સ્વાભાવિક રીતે જ અભ્યાસ વધાર. શ્વાસને માંહી લેવાની અને ધારણ કરી રાખવાની બે ક્રિયાથી થાક લાગે જણાય કે કંટાળો આવે તે તરત જ આરામ લે. એક દિવસમાં આઠેય કરવી. બીજે દિવસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org