________________
[ ૨૨૪ ]
ધ્યાનદીપિકા
શુદ્ધ સ્વરૂપની ધારણા કરવાથી આત્મસ્વરૂપમાં સ્થિર થવાશે. આનંદ ઊછળશે અને પરમશાંતિ અનુભવાશે.
આ સર્વ પ્રાણાયામનું ફળ છે અને પ્રાણાયામ કરવાનું પ્રજન છે. છતાં આ સર્વ હઠગ છે. મન ઉપર બળા. ત્કાર કરવા જેવું છે. હઠાગમાં મુખ્ય પવનને વશ કરી મનને વશ કરવાનું છે. રાજગમાં મનને વશ કરવાથી પવન સ્વાભાવિક રીતે વશ થઈ જાય છે. પ્રાણાયામની ચાલુ રીત સ્વામી રામતીર્થ
આ પ્રમાણે જણાવે છે. - પ્રાણાયામ કરવાથી લાભ શો? આ પ્રશ્નનો ઉત્તર એટલે જ આપી શકાય છે કે પ્રાણાયામ કરવાની રીત શીખો અને તે રીતે જાતજાત પ્રાણાયામને અભ્યાસ કરી જુઓ, એટલે તે કેટલે ઉપગી -ઉપકારક અને લાભકર્તા છે એ તમે તમારી મેળે જ અનુભવથી જાણી શકશો. માથું ભમતું હોય, ચકરી આવતી હોય, મનમાં બેચેની જણાતી હોય ત્યારે ત્યારે બતાવેલી રીતિ મુજબ પ્રાણાયામ કરવાથી તમારા મનને તે જ સમયે શાંતિ મળશે અને પ્રાણાયામની આ રીતિને ઉપયોગ તમારા સમજવામાં આવશે. જ્યારે તમારે કોઈ વિષય ઉપર નિબંધ લખવાને કે વિચાર કરવાનું હોય અને તેમાં વ્યવસ્થાસર વિચાર ન આવતા હોય મનની એકાગ્રતા ન થઈ શકતી હોય ત્યારે પ્રાણાયામ કરે અને જુઓ કે કે ચમ કાર થાય છે. જે વિષયને નિબંધ તમે લખતા હશે તે વિષયમાં તમે એવા તે તલ્લીન થઈ જશે અને વિચારે એવા તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org