________________
ધ્યાનદીપિકા
[ ૨૨૩ ]
બહારથી પૂરે પવન શરીરમાં અકળામણ આવ્યા વિના રોકાઈ રહે તેટલા વખતમાં એક પછી એક ધારણાના સ્થાનને ઝડપથી બદલાવતાં જવા. ૧. પ્રથમ ડાબા પગના અંગૂઠા ઉપર, ૨. પછી પગના તળિયાં ઉપર, ૩. પાનીમાં. ૪. પગની ઘૂંટીમાં, ૫. પગની પિંડીમાં, ૬. ઢીંચણમાં, ૭. સાથળમાં, ૮. ગુદામાં, ૯. લિંગમાં, ૧૦. નાભિમાં, ૧૧. પેટમાં, ૧૨. હદયમાં, ૧૩. કંઠમાં, ૧૪. જીભ ઉપર, ૧૫. તાલુમાં, ૧૬. નાકના અગ્રભાગ ઉપર, ૧૭. નેત્રમાં, ૧૮. ભ્રકુટિમાં, ૧૯, કપાળમાં અને ૨૦. માથામાં એમ એક પછી એક સ્થાનમાં આગળ વધતાં પવન સાથે મનને બ્રહ્મરંધ્રમાં લઈ જવું. ત્યાર પછી પાછા અનુક્રમે જમણી બાજુના ભાગથી નીચા ઊતરતા મનને પવન સાથે અંગૂઠા ઉપર લાવવું અને ત્યાંથી નાભિમાં લાવી પવનને ધીમે ધીમે બહાર કાઢી નાખ. આ પ્રમાણે અભ્યાસ ચાલુ રાખો.
આ અભ્યાસથી મનને પવન સાથે આખા શરીરમાં ફેલાવવાનું બળ આવશે. પછી આ અભ્યાસની જરૂર રહેશે નહિ, પણ મનને આખા શરીરમાં એકીકાળે ફેલાવી-શરીરમાં બાપ્ત કરી-સ્થિર બેસવાની લાંબા વખત સુધી ટેવ પાડવી. આ પ્રમાણે સ્થિર બેસી રહેવાથી મન સ્થિર થશે, વિકલ્પો ચાલ્યા જશે મન સ્થિર થાય, વિક આવતા અટકે કે તરત જ પરમાત્માના શુદ્ધ સ્વરૂપની ધારણા હૃદયમાં કરી તેમાં તે સ્થિર મનવૃત્તિને જોડી દેવી અને તે શુદ્ધસ્વરૂપમાં જાગૃતિ સાથે મન ગળી જાય અને તે પરમાત્મા સ્વરૂપે જ મન લીન થઈ રહે તે અભ્યાસ વધારતા રહેવું. આત્મના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org