________________
[ ૨૧૨ ]
ધ્યાનદીપિકા
ખાવાપીવાની કે ભોગવવાની ઈચ્છા થઈ કે તરત જ તેને ત્યાગ કરે અને તે ત્યાગથી મનમાં જરા માત્ર પણ ખેદ ન થાય, પણ ઈચ્છાને રોધ થાય? આ તપ વધારે ઉત્તમ છે. વિકાર કરે તેવા રસોનો ત્યાગ કરે. સાત્ત્વિક રાક લે, થોડો ખોરાક ખાવો, સારી રીતે પાચન થાય તે હલકો ખોરાક લે વિગેરે ધ્યાનમાં વિશેષ ઉપયોગી થઈ પડે છે. અને આહાર સિવાય રહી શકાય તે દિવસોમાં તે વિશેષ પ્રકારે ધ્યાનમાં સ્થિરતા થાય છે. પણ આહાર વિના રહી શકવામાં અમુક મર્યાદા-હદ છે. તે પ્રમાણે તપશ્ચરણ કરવાથી જ્ઞાન-ધ્યાનમાં વધારો થતો રહે છે. આહાર વિના રહી શકવાની મર્યાદા પોતાના શરીરની પ્રકૃતિ અને મને બળ ઉપર વિશેષ આધાર રાખે છે.
સ્વાધ્યાય આત્મસ્વભાવની જાગૃતિ આપે તેવાં આધ્યાત્મિક પુસ્તકેનું વાંચન, શ્રવણ, પરાવર્તન કરવું (ભણેલું ગણી જવુંવારંવાર યાદ કરવું), આત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલ મહાન પુરુષોનાં જીવનચરિત્ર યાદ કરવાં, તેમણે જે માગે ગમન કરેલું છે તે માર્ગ બરાબર સમજે, જડતન્યની ભિન્નતા કરી બતાવનારાં પુસ્તકો વાંચવા-સાંભળવાં, આત્મસ્વરૂપ પ્રાપ્તિના માર્ગના ભોમિયા સમાન આધ્યાત્મિક પુસ્તક છે માટે વારંવાર તેમનું વાંચન કરવું, પિતાને જે માગે પ્રયાણ કરવું છે તે માગની માહિતી આપનાર, તે માર્ગમાં જાગૃતિ આપનાર-તે માર્ગમાં ઉત્તમ વિચારોની મદદ આપનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org