________________
ધ્યાનદીપિકા
[ ૧૯૩]
નહિ મળે? ઈત્યાદિ વિચાર દ્વારા કે કઈ પૂર્વજન્મના સારા સંસ્કારના ઉદયને લઈ મહાત્મા પુરુષોનો સત્સંગ થવાથી આ વિચારે પલટાઈ પણ જાય છે, એટલે સંસારના હેતુ ભૂત રૌદ્રપરિણામને વિખેરી પણ નાખે છે. તેથી તે ભાવોપરિણામો સંસારના હેતુભૂત થતા નથી. આથી એમ જણાવવામાં આવે છે કે સંસારના હેતુભૂત કારણે પણ કોઈ સુંદર નિમિત્ત વડે પરાવર્તન પામી સંસારથી છૂટવાના નિમિત્તરૂપ બને છે. પણ આવા પ્રસંગે કઈ કઈ વખત જે બને છે. એટલે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનનાં નિમિત્તાનું પોષણ ન મળે તે માટે સાવચેતી રાખી, તેનાથી વિપરીત રીતે કોઈ એવા ઉત્તમ નિમિત્તરૂપ સદ્દગુરુ કે સત્સંગનું સેવન કરવું કે જેથી પૂર્વના ખરાબ પરિણામે પલટાઈ જઈ તેની જગ્યા ઉત્તમ પરિણામોને મળે. આ કહેવાથી રૌદ્રધ્યાન પ્રકરણ સમાપ્ત થયું.
પ્રકરણ ૭
ધર્મધ્યાનનું સ્વરૂપ प्रविश्याथ शमाम्भोधिं योगाष्टांगानि चितयेत् । दुष्टानुष्ठानतो भग्नो मनःशुद्धिकृते मुनिः ॥ ९७|| દુઃખદાયી અનુષ્ઠાનથી વિરામ પામી-પાછા હઠી, મનની શુદ્ધિ કરવાને માટે મુનિએ સમભાવના સાગરમાં પ્રવેશ કરીને યોગના આઠ અંગને વિચાર કરો.
ભાવાર્થ—ઉત્તમ ધ્યાનમાં મનઃશુદ્ધિની પૂર્ણ જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org