________________
[ ૧૯૪]
ધ્યાનદીપિકા
મન શુદ્ધ થયા વિના ધ્યાન થઈ શકતું નથી અથવા મત શુદ્ધ કરવા માટે ધ્યાનની જરૂર છે. મન શુદ્ધ હોય તો ધ્યાન થાય અને ધ્યાન હોય તે મનઃશુદ્ધિ થાય. આ પ્રમાણે બંને અ ન્ય કારણ છે. મન જેમ શુદ્ધ થતું ચાલે છે, તેમ ધ્યાન સિરિતા પામતું જાય છે, જેમ ધ્યાનમાં સ્થિરતા અનુભવાય છે, તેમ મન શુદ્ધ થતું ચાલે છે. ધીમે ધીમે બંને સાથે વૃદ્ધિ પામી, પૂર્ણ સ્થિતિએ પહોંચે છે.
આ મનઃશુદ્ધિ માટે ખરાબ-આત, રૌદ્રધ્યાનવાળા વિચાર કે અનુષ્ઠાનથી તે અવશ્ય પાછા હઠવું જ જોઈશે, પણ સાથે સમભાવમાં પણ પ્રવેશ કરે પડશે. સમભાવ વિના સ્વભાવથી ચપળતાવાળું મન સ્થિરતા પામતું નથી કે વિશુદ્ધ બનતું નથી.
વિષમ ભાવવાળા મનમાં વિષમ-વિપરીત ભાવના થાય છે. તેથી મન વધારે મલિન થાય છે.
સમભાવ માટે શ્રીમાન યશવિજયજી લખે છે કે વિકલ્પ એ જ વિષય છે; તેથી પાછા હઠવું અને આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન કરવું. જ્ઞાનની આવી મહાન પરિપાક અવસ્થા તેને સમભાવ કહે છે.
આ મારા-તારાપણને ઉત્પન્ન કરનાર વિકલ્પને હઠાવવા માટે વિષમભાવને દૂર કરવા માટે તેઓશ્રી લખે છે કે કર્મની વિષમતાથી ભિન્ન ભિન્ન આકૃતિઓ, સુખી, દુઃખી, રાગી, હેવી વિગેરે પરિણતિઓ ઉત્પન્ન થયેલ છે. તે કર્મની વિષમતાને તમે વિચાર ન કરો, પણ જ્ઞાનાંશ વડે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org