________________
[ ૧૯૨ ]
ધ્યાનદીપિકા રિદ્રધ્યાનનો ઉપસંહાર કરે છે. क्वचिवचिदमी भावाः प्रवर्तते पुनरपि । प्रागकर्मगौरवाचित्रं प्रायः संसारहेतवः ॥ ९६ ॥
પૂર્વકની અધિકતાથી કઈ કઈ વખત આ રૌદ્રધ્યાનનાં પરિણામે ફરી ફરીને પણ જીવમાં પ્રગટ થઈ આવે છે. આશ્ચર્ય છે કે તે ભાવ પ્રાયઃ સંસારના હેતુભૂત થાય છે | ભાવાર્થ...આ શ્લોકમાં પ્રાયઃ શબ્દ મૂકડ્યો છે, તે એમ સૂચવે છે કે કોઈ વખત તેવાં પરિણામે સંસારના હેતુભૂત થાય છે, તે કઈ વખત સંસારના હેતુભૂત નથી થતાં. આવા રૌદ્રધ્યાનના વિચારે અને કર્તવ્યો સંસારના હેતુભૂત નથી થતા એમ કહેવામાં એ તાત્પર્ય રહેલું છે કે કેટલાક મનુષ્યોમાં પૂર્વક એવી ગૌરવતાથી રહેલું હોય છે કે તે ખરાબની સાથે સારા કર્મનાં બીજે પણ હોય છે. આવાં નિમિત્તોથી-ખરાબ ભેગવાઈ ગયું હોય અને હવે સારાં કર્મનો ઉદય થવાને હેય એ નિમિત્તથી તેની વિચાર શક્તિ બદલાય છે. આ બાજુ પિતાના ખરાબ કર્તવ્યને બદલે જે પોતાને અસહ્ય દુઃખરૂપ મળેલો હોય છે એટલે તે નિમિત્તે પણ વિચારશક્તિ બદલાય છે કે અહે! જેમ મને આ દુઃખ ખરાબ લાગે છે, સહન થતું નથી, મારા ઉપર બળવાન મનુષ્ય ત્રાસ વર્તાવે છે તે જેમ મને ઠીક નથી લાગતું, તેમ મારું વર્તન બીજાને કેમ ઠીક લાગતું હશે? મને જે દુઃખ થાય છે તે ઠીક નથી લાગતું તે અન્યને કેમ લાગતું હશે ? મારા કર્તવ્યને બદલે મને કેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org